GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

કોરોના વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે રાજ્યની મોટા ભાગની હોસ્પિટલો તેમજ સ્મશાન ગૃહોમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે વધુ એક જગ્યાએ સ્મશાન ગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇન લાગી હતી. સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર લાગી હતી. પરિણામે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે પણ વેઇટિંગ જોવા મળ્યું. સિદ્ધપુરના સ્મશાનમાં કતારબંધ રહેલા મૃતદેહોનો આ વીડિયો જોઇ ભલભલા પથ્થર દિલના માનવીને પણ પીગાળી દે તેવો છે.

(સિદ્ધપુરનું મુક્તિધામ સ્મશાન)

રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાંબી લાઇન

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં પણ એક તરફ અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી લાઇન લાગી હતી. ત્યારે અંતિમ વિધિ માટેના 2 પૈકી 1 ઇલેક્ટ્રિક મશીનમાં ખામી સર્જાઇ હતી.

છેલ્લાં 15 દિવસથી સતત 24 કલાક મશીન ચાલુ રહેતા મશીનમાં ખામી સર્જાઇ છે. જેના કારણે દર્દીઓના સ્વજનોને અંતિમ વિધિ માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. સ્મશાનના સંચાલકો દ્વારા મશીન રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ઇલેક્ટ્રિક મશીનમાં દરરોજ 20થી 25 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

અમદાવાદમાં એમ્બ્યુલન્સ બાદ શબવાહિની માટે પણ વેઇટિંગ

આ સિવાય અમદાવાદમાં કોરોના બેડ, ઇન્જેક્શન અને એમ્બ્યુલન્સ બાદ શબવાહિની માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. 102માં કોલ કરતા 5 કલાકનું વેઇટિંગ હોવાથી વી.એસ સ્મશાન ખાતે ખાનગી વાહનમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો તો વી.એસ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે પણ 2 કલાકનું વેઇટિંગ જોવા મળ્યું.

સિવિલમાં ડેડબોડી રૂમની બહાર દર્દીઓના (સ્વજન) ના અંતિમ દર્શન માટે લોકોની પડાપડી

હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો સિવિલની બહાર હચમચાવી દે તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ડેડબોડી રૂમની બહાર દર્દીઓના (સ્વજન) ના અંતિમ દર્શન માટે લોકોએ પડાપડી કરી હતી. જેના કારણે ડેડબોડી રૂમ બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ સાથે સિવિલ સિક્યોરિટી પણ તૈનાત કરવામાં આવી. સ્વજનોનો મૃતદેહ લેવા માટે બે-બે કલાકનું વેઈટિંગ જોવા મળ્યું છે. આમ, હવે મૃતદેહ લેવા માટે પણ લાંબું વેઈટિંગ જોવા મળ્યું છે. જલ્દી મૃતદેહ લેવા માટે પરિવારજનોમાં આક્રોશ પણ જોવા મળ્યો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!