મુંબઈમાં લાલબાગ ચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ

મુંબઈમાં ગણેશોત્સવનું અનેરુ મહત્વ રહેલુ છે અને તેમાં પણ લાલબાગ કા રાજાના દર્શન કરીને ભક્તો ધન્ય થતા હોય છે. ત્યારે આજે ગણેશોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો લાલબાગ કા રાજાના પંડાલમાં પહોંચી ગયા અને દુંદાળા દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મુંબઈમાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં ઠેર-ઠેર ગણેશજીના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ગણેશ ચતુર્થીની ખાસ તૈયારી કરવામાં આવી છે. ગણેશજીના આગમન પર સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. દુદાળા દેવાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિરમા ભક્તોની ભીડ જોવા મળી છે. 10 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવશે જેથી મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter