GSTV

Bigg Boss 13: ફિનાલે પહેલા સિદ્ધાર્થે કર્યો ધડાકો, આ કારણે વણસ્યા રશ્મિ સાથેના સંબંધો

બિગ બૉસ 13ના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કંટેસ્ટન્ટ્સના અસલી ચહેરા સામે આવી રહ્યાં છે. ગત એપિસોડમાં ઘરમાં વરિષ્ઠ પત્રકાર રજત શર્મા પહોંચ્યા અને તેમણે પોતાના ધારદાર સવાલોથી કંટેસ્ટન્ટ્સના અસલી ચહેરાની પોલ ખોલી. આ વચ્ચે સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઇ વચ્ચે કડવાશના કારણનો ખુલાસો થઇ ગયો છે.

જ્યારે રજત શર્માએ સિદ્ધાર્થને રશ્મિ સાથેના સંબંધો વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, સર, વાત ઉઠી જ છે તો હું તમને જણાવી દઉ. હું રશ્મિને પહેલાં ખૂબ જ પસંદ કરતો હતો પરંતુ સેટ પર એક વાર તેણે કંઇક એવુ કરી દીધું જે બાદ બધુ જ ખરાબ થઇ ગયું.

સિદ્ધાર્થે જણાવ્યું કે એક વાર રશ્મિએ શૉ દરમિયાન ઇન્ટરવ્યુ આપ્યું હતુ, જેમાં તેણે કહ્યું હતું કે મને આ વસ્તુઓથી વધુ પરેશાની થાય છે. જેટલા પણ કારણો જણાવ્યાં હતાં તેમાઁથી દસમાંથી નવ વસ્તુઓ તો તે જાતે જ નક્કી કરતી હતી. પ્રોડક્શનના લોકોએ પણ કહ્યું હતું કે તે જાતે જ કરે છે. તે બાદ બધુ ખરાબ થવા લાગ્યુ. રશ્મિ કેટલુ ખોટુ બોલી શકે છે, તે આ વાત પરથી સપષ્ટ થાય છે.

રજત શર્માના ઘરમાંથી બહાર ગયા બાદ રશ્મિએ સિદ્ધાર્થ સમક્ષ પોતાની વાત રજૂ કરીને કહ્યું કે, મે આજ સુધી તારા વિરુદ્ધ કોઇ આર્ટિકલ નથી છપાવ્યો. આ જેણે પણ કર્યુ છે મને તેનું નામ ખબર છે પરંતુ તેનું નામ હું તને ઘરની બહાર જણાવીશ.

રશ્મિની વાત સાંભળીને સિદ્ધાર્થે કહ્યું કે, આવુ કોઇ શા માટે કરે? તો રશ્મિએ કહ્યું કે આ બધુ પ્રોડક્શનના લોકોએ કર્યુ છે. તેમણે જ આ આર્ટિકસ છપાવ્યો હતો અને આરોપ મારી ઉપર લગાવ્યો. આવું તેમણે એટલા માટે કર્યુ કારણ કે તુ તેમની વાત સાંભળતો હતો મારી નહી.

Read Also

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!