GSTV

સિદ્ધાર્થ પિઠાણીનો ખુલાસો, આખરે શા માટે સુશાંત તેના સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો

સુશાંત

સુશાંતસિંહ રાજપૂતના મોતનો ઉકેલ આવતો જ નથી. આ એક ગૂંચવણભરી સમસ્યા લાગી રહી છે જે ઉકેલવાનું નામ જ લેતી નથી. આ મામલે હવે એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુશાંતના પિતાએ પટણામાં એફઆઇઆર દાખલ કર્યા બાદ મુંબઈ અને બિહારની પોલીસ આ કેસમાં તપાસ ચલાવી રહી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સુશાંત જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો તેનું સીમકાર્ડ તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીના નામે હતું. આખરે સુશાંતે અન્ય કોઇના નામના નંબરનો ઉપયોગ કરવાની ફરજ શા માટે પડી હશે? આ વાતની જાણકારી પ્રાપ્ત કરવા માટે એક ચેનલે સિદ્ધાર્થ સાથે વાત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સુશાંતે માંગ્યુ હતુ સિમ કાર્ડ

સિદ્ધાર્થે કહ્યું હતું કે સુશાંત પાસે ઘણા ગેઝેટ હતા. તેણે મને પૂછ્યું હતું કે તારી પાસે કોઈ સ્પેરમાં સીમકાર્ડ છે. ત્યાર બાદ સિદ્ધાર્થે તેના મિત્ર માટે એક સીમકાર્ડની વ્યવસ્થા કરી આપી હતી. આ સીમકાર્ડ મુંબઈ નહીં પરંતુ હૈદરાબાદના એક સરનામા પર રજિસ્ટર કરાયેલું છે. આ ઉપરાંત સુશાંત અન્ય એક સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો જે તેના સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડાના નામે હતું. સુશાંતની આત્મ હત્યાના મામલે આ બે મોબાઇલ નંબર ઉપયોગી બની શકે છે.

સુશાંત સાથે છેલ્લે ફોન પર વાત કરનાર વ્યક્તિ સિદ્ધાર્થ જ હતો

સવાલ એ છે કે સુશાંત અન્યના નામના આ બે મોબાઇલનો શા માટે ઉપયોગ કરતો હતો. સિદ્ધાર્થ એ વ્યક્તિ છે જેણે સુશાંત સાથે છેલ્લે ફોન પર વાત કરી હતી. તેણે 14મી જૂને આત્મ હત્યા કરી તે દિવસે પણ સિદ્ધાર્થ તેના ઘરમાં હાજર હતો. સુશાંત તેનો રૂમ ખોલી રહ્યો ન હતો ત્યારે સિદ્ધાર્થે જ નવી ચાવી બનાવી આપનારાથી લઈને સુશાંતના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. આ ઉપરાંત સિદ્ધાર્થે જ સુશાંતની લાશને પંખા પરથી નીચે ઉતારી હતી.

Read Also

Related posts

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

Nilesh Jethva

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!