Last Updated on April 7, 2021 by Chandni Gohil
સિદ્ધાર્થ મલહોત્રા હાલ પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ લખનઊમાં કરી રહ્યો છે. એકશન દ્રશ્ય ભજવતી વખતે સિદ્ધાર્થને ઇજા થઇ છે. સિદ્ધાર્થ પોતાની આવનારી ફિલ્મ મિશન મજનૂનું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં રશ્મિકા મંદાના પણ જોવા મળવાની છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ લખનઊમાં ચાલી કહ્યું છે. આ દરમિયાન તે એકશન સીકવન્સ કરતો હતો ત્યારે તેને ફિલ્મના સેટ પર ઘૂંટણમાં ઇજા થઇ છે.
સૂત્રના અનુસાર, સિદ્ધાર્થ જમ્પ મારવાનો એકશન સીન કરી રહ્યો હતો ત્યારે એક મેટલનો ટુકડો તેના ઘૂંટણ સાથે અથડાયો હતો. આમ છતાં સિદ્ધાર્થે શૂટિંગ ચાલુ રાખ્યું હતું અને પૂરુ કર્યા પછી જ તેની સારવાર લીધી હતી. પ્રાથમિક સારવાર તરીકે તેના ઘૂંટણ પર બરફ લગાડવામાં આવ્યો હતો. આ પછી પણ તેણે પોતાનું શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

મિશન મજનૂ ફિલ્મને શાંતનુ બાગચી બનાવી રહ્યા છે. તેમજ રોની સ્ક્રૂવાલા, અમર બુટાલા અને ગરિમા મહેતા તેનું નિર્માણ કરવાના છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘મિશન મજનુ’ પાકિસ્તાનની અંદર ભારતના સૌથી હિંમતભેર મિશનની વાર્તા છે. એક મિશન જેણે બંને દેશો વચ્ચેના સંબંધોને કાયમ માટે બદલી નાખ્યા. આમાં સિદ્ધાર્થને રૉ એજન્ટ તરીકે જોવામાં આવશે, આ માટે સિદ્ધાર્થ પાકિસ્તાનમાં ગુપ્ત મિશન પર જોવા મળશે.

ફિલ્મનું દિગ્દર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા શાંતનુ બગચી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સિદ્ધાર્થ સાથેની આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી દક્ષિણની સુપરસ્ટાર રશ્મિકા મંદાના છે. રશ્મિકા આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકાએ ફિલ્મના શૂટિંગની શરૂઆતમાં એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે હું મિશન મજનુ વિશે ફરી એકવાર ઉત્સાહિત અને નર્વસ છું, હું પણ પદાર્પણની ભાવના અનુભવું છું.
READ ALSO
- મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક
- Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત
- તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ
- મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત
- ખેડૂત આંદોલન/ ઓક્સિજન સપ્લાયમાં મોડું થવા બદલ ખેડૂતો જવાબદાર, સપ્લાયર્સએ લગાવ્યા ગંભીર આરોપો
