GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સિદ્ધપુરના ઉમરું ગામમા કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડ્યુ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

માસ્ક

સિદ્ધપુર તાલુકાના ઉમરું ગામે 50 વર્ષીય પુરુષનો નવો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જેમાં આરોગ્ય તંત્ર, પોલિસ તંત્ર, અને વહીવટી તંત્ર સહિતની ટીમોની કાફલો પહોંચી ગયો હતો. યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઉમરું ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પુરુષ ક્યાં ક્યાં ગયો છે ? અને કોના કોના સંપર્કમાં આવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ચાલુ જ છે. ગુજરાતમાં ગઈ કાલે અપાયેલી સુચના મુજબ આરોગ્ય વિભાગ હવે દર 24 કલાકે રાજ્યનું કોરોના પોઝીટીવ ચિત્ર સ્પષ્ટ કરશે. આજે સાંજે આરોગ્ય વિભાગના આંક મુજબ રાજ્યમાં વધુ 217 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 2647 પર પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુ આંક પણ વધીને 112 થયો છે.

13 જિલ્લામાં કોરોના પોઝિટીવ

રાજ્યમાં આજે વધુ 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાત આંકડાની દૃષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં આજથી 24 કલાકે એક વખત કોરોનાના પોઝીટીવ આંકડાઓ બહાર પાડવાની શરૂઆત કરાઇ છે. જેમાં ગઇકાલ સાંજના પાંચ વાગ્યાથી આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 217 નવા કેસો નોંધાયા છે.

અમદાવાદમાં 151

જેમાંથી 24 કલાકમાં અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા છે..જ્યારે સુરતમાં 41 જ્યારે વડોદરામાં 7 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 હજાર ટેસ્ટ કરાયા છે. તો હાલમાં 28 લોકોને વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. તો અત્યારસુધીમાં કુલ 258 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2647 થઈ ગઈ છે.

28 વેન્ટીલટર પર

અત્યાર સુધી રાજ્યમાં કુલ 2624 કેસ નોંધાયા છે. જેમાં 28 વેન્ટિલેટર ઉપર છે અને 2224 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1652 કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નવા 438 કેસો નોંધાયા, ચેપગ્રસ્તોનો કુલ આંકડો 16 હજારને પાર

pratik shah

એમએસ યુનિવર્સિટી: આ તારીખથી શરૂ થશે નાની ફેકલ્ટીઓમાં પીજીની પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!