પ્રિયંકા ગાંધીને નવો કારભાર મળ્યા બાદ દિવસભર આવી રીતે મીડિયામાં છવાયા

કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુપી કોંગ્રેસના મહાસચિવનો કારભાર સંભાળ્યો. સિંધિયાને દિગ્વિજયસિંહના કાર્યાલયમાં સ્થાન મળ્યું છે. તેમણે પદભાર ગ્રહણ કરવતા પહેલા 24 અકબર રોડ સ્થિત પોતાના કાર્યાલયમાં ભગવાન ગણેશની પૂજા કરી અને ત્યારબાદ મહાસચિવનો ચાર્જ સંભાળ્યો. કોંગ્રેસે સિંધિયા અને પ્રિયંકા ગાંધીને યુપીની 43 બેઠકની જવાબદારી સોંપી છે. જેમા વારાણસી અને ગોરખપુર બેઠકનો સમાવેશ થાય છે. ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, યુપીમાં બસપા અને સપાએ યુપીમાં ગઠબંધન કર્યું છે. આ ગઠબંધનમાં કોંગ્રેસને સ્થાન મળ્યું નથી. જેથી કોંગ્રેસે એલકા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસે ફ્રન્ટફુટ પર લડવા માટે પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

વિદેશથી પરત ફરતાની સાથે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જનસંપર્ક માટે એક્શન મોડમાં આવી ગયા હોય તેમ મનાય છે. તેઓએ ગઈકાલે રાહુલ ગાંધી સાથે બેઠક પહેલા દિલ્હીના ઝુંપડવાસીઓ સાથે મુલાકાત કરવા પહોંચી હતી. જોકે, ઝુંપડપટ્ટીમાં વસતા લોકોના મતે પ્રિયંકા ગાંધી છેલ્લા ત્રણ વર્ષોથી મહિનામાં એક વખત આ રસ્તેથી આવે છે..અને ત્યાં રહેતા આશિષ સાથે મળે છે. ગઈકાલે પણ તે આશિષને મળી હતી. આશિષ એક વિકલાંગ બાળક છે..તે 22 દિવસનો હતો ત્યારથી તેને લકવો થયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter