GSTV
Gujarat Government Advertisement

48 કલાકમાં 2 કરોડની લોન, એ પણ ખૂબ જ ઓછા વ્યાજ દરે… નાના બિઝનેસમેન માટે SIDBIએ શરૂ કરી આ બે સ્કીમ

Last Updated on May 4, 2021 by Bansari

કોરોનાનો સામનો કરી રહેલા દેશમાં નાના વેપારીઓનો વેપાર બંધ ના થાય, તેમની આજીવિકા ચાલતી રહે તેના માટે એક નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ સરકારી સંસ્થા સિડબીએ શરૂ કરી છે. સિડબી એ લોકોને સહેલાઇથી લોન આપી રહી છે, જે નાના અને મધ્ય ઉદ્યોગો ધરાવે છે. કોરોનાકાળમાં તેમનું કામ સતત ચાલતુ રહે, તેના માટે સિડબીએ નાણાકિય સહાયતા આપવાની જાહેરાત કરી છે.

વ્યવસાય

નવી સ્કીમ હેઠળ સિડબીએ લોનના બે પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. આ બંનેમાં બિઝનેસમેનને મદદ કરવામાં આવશે. બિઝનેસમેન ઉત્પાદન કરતા રહે અને બજારમાં સપ્લાય ચાલુ રહે તેના માટે તેમને નાણાકિય સહાય આપવામાં આવી રહી છે. લોનની રકમ પર વ્યાજ પણ ઓછું છે. લોન માટે અપ્લાય કર્યાના 48 કલાકની અંદર સહાયતા શરૂ થઇ જાય છે. પૂરી પાડવામાં આવેલા કાગળોમાં આપવામાં આવેલી માહિતી યોગ્ય છે અને તેમાં કોઈ ભૂલ ના હોવી જોઇએ.

કોરોના વિરુદ્ધ અભિયાન

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI)એ જણાવ્યું કે લોન માટે શરૂ કરવામાં આવેલી બે પ્રોડક્ટથી દેશના એમએસએમઈ (MSME)ને ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સનટ્રેટર, ઓક્સીમીટર અને જરૂરી સપ્લાય જાણવવામાં મદદ મળશે. કોરોનાકાળમાં રૂપિયાની તંગીથી MSMEનું કામ ના રોકાવવું જોઇએ, કારણ તેનાથી કોવિડ વિરુદ્ધ શરુ થયેલી લડાઈમાં અડચણ આવશે.

આ રહી બે સ્કીમ

સિડબીનું મુખ્ય કામ દેશમાં MSMEને પ્રમોટ કરવા, તેને નાણાકિય સહાય આપવી અને તેનો સતત વિકાસ કરવો છે. કોરોનાને જોતા સિડબીએ બે લોન પ્રોડક્ટ SHWAS અને AROG શરૂ કરી છે. અહીં SHWASનો અર્થ થાય છે ‘સિડબી આસિસ્ટન્સ ટૂ હેલ્થકેર સેક્ટર ઇન વોર અગેન્સ્ટ સેકન્ડ વેવ ઓફ કોવિડ – 19’ અને AROGનો અર્થ થાય છે ‘સિડબી આસિસ્ટન્સ ટૂ એમએસએમઈ ફોર રિકવરી એન્ડ ઓરગેનિક ગ્રોથ ડ્યૂરિંગ કોવિડ-19’. આ બંને સ્કીમમાં ખૂબ જ ઓછા સમયમાં લોન આપવાની યોજના બનાવવામાં આવી છે.

સરકારનું સમર્થન

આ બંને સ્કીમ ભારત સરકારના નિર્દેશ હેઠળ તૈયાર કરવામાં આવી છે. સરકાર તરફથી મળેલા દિશા-નિર્દેશ પછી દેશના નાના અને મધ્યમ બિઝનેસમેનને ઓક્સીજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સેનટ્રેટર, ઓક્સિમીટર અને જરૂરી દવાઓ સપ્લાય કરવામાં મદદ આપવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ દબાણ દેશના હેલ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દેખાઇ રરહ્યો છે.

લોનની આસાન પ્રક્રિયા

એક પેજનો એપ્લિકેશન ફોર્મ બનાવવામાં આવ્યો છે. તેમાં બંને પ્રકારના બિઝનેસમેન, નવા અને જૂના જોડાઇ શકે છે. જેમનો ક્રેડિટ સ્કોર સારો છે, તેને સિડબી તરફથી પ્રાથમિકતા આપવામાં આવશે. MSME યૂનિટ માટે 100 ટકા સુધધી સિડબી તરફથી લોન આપવામાં આવી રહી છે. પ્રોસેસિંગ ફી શૂન્ય રાખવામાં આવી છે. સિડબી તરફથી ક્રેડિટ ગેરન્ટીનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. ઉપકરણ અને મશીનોની ખરીદી માટે સહેલાઈથી ટર્મ લોન આપવામાં આવશે. જે MSME યૂનિટ રેમડેસિવિર, ફેબિફ્લૂ, ડેક્સામેથાસોન અને એજિથ્રોમાઇસિન જેવી દવાઓ બનાવવામાં લાગી છે, તેમને આ બંને સ્કીમોનો લાભ આપવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!