અહીં કાતરથી નહીં, પરંતુ કુહાડી દ્વારા કપાય છે વાળ, જુઓ VIDEO

લોકોને વાળ કપાવતા તમે ઘણી વખત જોયા હશે, પરંતુ વાળ કપાવવા માટે જીવનની બાજી લગાવતા તમે ભાગ્યે જ જોયા હશે. ખરેખર આ સમાચાર કુહાડીથી વાળ કાપનારા એક હેર ડ્રેસર સાથે જોડાયેલી છે. રશિયન હેર ડ્રેસર ડેનિલ ઈસ્ટોમિનની પાસે લોકો કાતરથી નહીં, પરંતુ કુહાડીથી વાળ કપાવે છે.

ડેનિલે એક વીડિયો મારફતે પોતાના હેર કટિંગનો નમૂનો પણ બતાવ્યો છે. વીડિયોમાં જોઈએ તો કુહાડી ગ્રાહકના માથેથી બિલકુલ નજીક ફરે છે, પરંતુ ગ્રાહક ડર્યા વિના વાળ કપાવા માટે બેસી રહે છે. ડેનિલના જણાવ્યા મુજબ કાતર કરતા કુહાડી દ્વારા સરળતાથી વાળ કાપી શકાય છે. ડેનિલ ગ્રાહકના વાળ પર જોરથી કુહાડી મારે છે અને એટલી સફાઈથી વાળ કાપે છે કે ફક્ત વાળ જ કપાય છે બાકી શરીરના બીજા કોઈ પણ અવયવોને નુકસાન થતુ નથી. હાલમાં વાયરલ થયેલો આ વીડિયો જોઈને સૌ કોઈ હેરાન છે.

યૂ-ટ્યૂબ પર શેર કરાયેલ આ વીડિયોને અત્યાર સુધી 45 હજાર લોકોએ જોયો છે અને તેના પર શ્રેષ્ટ કોમેન્ટો પણ આવી છે. લોકો આવા પ્રકારની પદ્ધતિવાળા વાળ કાપનારા હેર ડ્રેસરને સાહસિક ગણાવી રહ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જેટલુ જોખમ હેર ડ્રેસર ઉઠાવે છે તેટલુ જ જોખમ ગ્રાહક પણ ઉઠાવે છે. પરંતુ હેર ડ્રેસર પાસે વાળ કપાવવાનો વિશ્વાસ ગ્રાહકના મુખ પર સ્પષ્ટ છલકાય છે. સોશિયલ મીડિયા પર વારંવાર આવા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં દેશ અને વિશ્વમાં છુપાયેલી અનોખી પ્રતિભાઓ વિશે જાણવા મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter