GSTV
India News Trending

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા સિયાચીન, યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી

સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ પ્રથમ વખત સિચાયીનની મુલાકાતે છે. જ્યાં તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી.. અને ફિલ્ડ કમાન્ડર અને જવાનો સાથે વાતચીત કરી. રાજનાથસિંહની સિયાચીન મુલાકાત સમયે સેના પ્રમુખ જનરલ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા. સિયાચીન ગ્લેશિયરએ દુનિયાનું સૌથી ખતરનાખ યુદ્ધ ક્ષેત્ર ગણાય છે.. અને ત્યાં પહોંચી સંરક્ષણ પ્રધાન ત્યાં ફરજ બજાવતા જવાનોનો હોંસલો બુલંદ કરી રહ્યા છે.

કોરાકોરુમ રેન્જમાં આવેલુ સિચાચીન ગ્લેશિયર દુનિયાનું સર્વોચ્ચ યુદ્ધ ક્ષેત્ર છે. જ્યાં જવાનોને સૌથી વધુ ઠંડી અને ઠંડા પવનોનનો સામનો કરવો પડે છે.. શિયાળામાં ગ્લેશિયર ખાતે ભૂસ્ખલન અને હિમસ્ખલન સામાન્ય બાબત હોય છે.અહીં તાપમાન શૂન્યથી માઈનસ 60 ડિગ્રી સેલ્સીયસથી પણ નીચે જતુ હોય છે. સેનાએ આ વિસ્તારમાં એક બ્રિગેડ તૈયારી કરી છે.

જેમાં કેટલીક ચોકીઓ 6 હજાર ચારસો મીટરની ઉંચાઈ પર છે. સિયાચીન ગ્લેશિયર પર 13 એપ્રિલ 1984થી સેનાએ હસ્તગત કરી છે. સિયાચીન ગ્લેશિયર પર કબ્જો મેળવવા માટે ઓપરેશન મેઘદૂત લોન્ચ કરાયું હતું.

Read Also

Related posts

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu
GSTV