GSTV

ગટરના ગેસથી ચાની દુકાન ચલાવનાર હતો આ શખ્સ, જાણો જેની મોદીએ કરી હતી વાત

Last Updated on August 14, 2018 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે એક વ્યક્તિ ગટરના ગેસથી સ્ટવ ચલાવે છે, તે સાંભળીને ઘણી પ્રેરણા મળી છે. ગયા શુક્રવારે વર્લ્ડ બાયોફ્યુલ ડેના દિવસે વડાપ્રધાન મોદીએ કેટલીક પ્રેરણાદાયી વાતો જનતા સાથે શેર કરતા કહ્યું કે રાયપુરમાં એક વ્યક્તિ ચાની દુકાન આવી રીતે ચલાવે છે. અહીં જણાવવાનુ કે રાયપુરમાં રહેતા આ વ્યક્તિનુ નામ શ્યામ રાવ શિર્કે છે, જે દેશી સ્ટાઈલમાં આવુ ઉપકરણ તૈયાર કરી ગટરના ગેસથી સ્ટવ પ્રગટાવે છે.

ગટરમાંથી નિકળતી મીથેન ગેસનો રસોઈ ગેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ કરી તેમણે આ નવી ટેકનિકનો નવો વિચાર આપ્યો છે. આ ઉપકરણના માધ્મમથી કોઈ પણ ગેસ સ્ટવ લગાવી મિથેન ગેસનો ઉપયોગ કરી ખાવાનુ બનાવવા માટે કરી શકે છે. શ્યામ રાવ શિર્કેના આ પ્રોજેક્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતાં. આ પ્રોજેક્ટને શ્યામ રાવ શિર્કેએ ગ્લોબલ પેટન્ટ પણ કરાવ્યો છે. ટૂંક સમયમાં રાયપુરના મર્યાદિત ગટરમાં સ્થાપિત કરવામાં આવશે.

કેવીરીતે મશીન બનાવી?

આજકાલ રાયપુરના ચંગોરાભાઠા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય શ્યામ રાવ શિર્કેનુ નામનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કરે છે. શિર્કે દ્વારા બનાવાયેલી આ મશીનમાં પ્લાસ્ટિકના ત્રણ ડ્રમો અથવા કન્ટેનરને સાથે જોડીને તેમાં એક વૉલ્વ લગાવી દેવામાં આવે છે. આ ત્રણેય કન્ટેનર નદી અને ગટરોની ઉપરના એ સ્થાન પર રાખવામાં આવે છે, જ્યાંથી દુર્ગધવાળુ પાણી પસાર થાય છે. ગંદકી કન્ટેનરમાં સમાય નહીં તેથી નીચેની તરફ એક ખાલી જાળી લગાવવામાં આવે છે.

આ મશીનનુ કામ શું છે?

ખરેખર આ મશીનને એટલે આ જગ્યાએ ફીટ કરવામાં આવે છે કે ડ્રમ અથવા કન્ટેનરમાં ભેગા થતા ગેસનું દબાણ બની શકે, જેનાથી તે પાઈપલાઈનના માધ્યમથી તે સ્થાન પર પહોંચાડી શકે, જ્યાં રસોઈ ગેસનો સ્ટવ રાખ્યો છે. તેમના જણાવ્યા મુજબ કન્ટેનરમાં ભેગી થતી ગેસની માત્રા નદી નાળાની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ પર નિર્ભર કરે છે. તેમણે જણાવ્યા મુજબ રાયપુરમાં જે સ્થળ પર તેમણે આ સિસ્ટમ કરી હતી. તે ઘરમાં સતત ત્રણ-ચાર મહિના સુધી એક ડઝનથી વધુ વ્યક્તિઓનો સવારનો નાસ્તો, બપોરનુ અને રાત્રિનુ ભોજન બની જતુ હતું.

શ્યામ રાવ શિર્કે કોણ છે?

શ્યામ રાવ શિર્કે વ્યવસાયે ઈજનેર નથી અને તેની પાસે કોઈ ઈજનેરની ડિગ્રી પણ નથી. તેઓ 11મુ પાસ છે. આ ટેકનિક તેમની આવકનો કોઈ સ્ત્રોત નથી. તેમની જરૂરીયાત મિકેનિકલ કૉન્ટ્રાક્ટરશિપ પર નિર્ભર છે. હાર્ટ એટેકને કારણે તેઓ હવે પહેલાની જેમ સક્રિય નથી, પરંતુ ઈજનેરના સંશોધનમાં તેમની લગન એટલી બધી છે કે હંમેશા તેઓ કોઈ સાધનનુ સંશોધન કરવામાં લાગ્યા હોય છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં શ્યામ રાવ શિર્કે પોતાના આ હુનરને આ તબક્કે પણ જીવિત રાખ્યું છે.

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!