GSTV
Home » News » VIDEO : એકતા કપૂરની આ સંસ્કારી એક્ટ્રેસે કરી તમામ હદો પાર, વેબ સિરીઝ માટે એક પછી એક ચૂંબનોની વણઝાર સ્થાપી દીધી

VIDEO : એકતા કપૂરની આ સંસ્કારી એક્ટ્રેસે કરી તમામ હદો પાર, વેબ સિરીઝ માટે એક પછી એક ચૂંબનોની વણઝાર સ્થાપી દીધી

એકતા કપૂરની ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાનો રોલ કરી ઘર ઘરમાં જાણીતી બનેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી હવે નવા કારણોસર ચર્ચામાં છે. પોતાની નવી વેબ સિરીઝમાં આ એક્ટ્રેસે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. ALTBalajiની નવી વેબ સિરીઝ હમ તુમ ઓર ધેમમાં નજર આવનારી પ્રેરણાએ અઢળક કિસીંગ સીન્સ આપ્યા છે. આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં શ્વેતાનો પહેલા કદી જોવા ન મળેલો બોલ્ડ અવતાર નજરે ચઢ્યો છે.

આ વેબ સિરીઝ ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. શ્વેતાની સાથે તેમાં અક્ષય ઓબરોય નામનો અભિનેતા જોવા મળી રહ્યો છે. જેમાં અક્ષય અને શ્વેતા વચ્ચે ઘણા રોમેન્ટીક કિસીંગ સીન અને બોલ્ડ સીનની ભરમાર છે. શ્વેતાએ કરિયરમાં પહેલી વખત એક સાથે આટલા બધા ઈન્ટિમેટ સીન્સ આપ્યા છે. શ્વેતાનો આ બોલ્ડ અવતાર ફેન્સને પણ સરપ્રાઈઝ કરી ગયો છે. કારણ કે શ્વેતાને અત્યાર સુધી તેના ફેન્સે એક સંસ્કારી વહુના રોલમાં જ જોઈ હતી.

ટ્રેલર રિલીઝ થયા બાદ શ્વેતા અને અક્ષયના લીપલોક સિન્સ વાયરલ થઈ રહ્યા છે. બંન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. શ્વેતાએ વેબ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે લૂક અને હેરસ્ટાઈલ પર એક્સપિરિમેન્ટ કર્યો છે. 2 મિનિટ અને 42 સેકન્ડના ટ્રેલરમાં શ્વેતાએ ઈન્ટિમેટ સીન્સની તમામ હદો પાર કરી દીધી છે. ALTBalaji અને Zee5 પર 6 ડિસેમ્બરના રોજ આ વેબ સિરીઝ સ્ટ્રીમ કરશે. ત્યારે ફેન્સ પણ શ્વેતાના આ નવા અંદાજને જોવા માટે એક્સાઈટેડ છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!