GSTV
Bollywood Entertainment Television Trending

શ્વેતા તિવારીની પુત્રા પલકનું ફોટોશૂટ તો થયું પણ સોશિયલ મીડિયામાં વાઈરલ

પબ્લિક અપીયરન્સની વાત હોય કે પછી પોતાનાં ડેબ્યૂ પ્રોજેક્ટની શરૂઆત, શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સારી રીતે જાણે છે કે લોકોનું ધ્યાન કેમ ખેંચી શકાય. તાજેતરમાં જ તેણે સોશ્યલ મીડિયા પર પોતાનાં ફોટોશૂટની તસ્વીરો શેયર કરી છે.

પલક તિવારીએ શેયર કરેલી તસ્વીરોને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ લાઈક્સ મળી રહિ છે. તસ્વીરમાં પલક બ્લેક આઉટફિટમાં નજરે પડે છે. તસ્વીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, આવું થાય છે જ્યારે હું મારા વંશને એન્જોય કરૂ છું.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પલકે ડેબ્યૂ કર્યુ નથી. પરંતુ તે અત્યારથી જ એક સોશ્યલ મીડિયા સેલિબ્રીટી બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર 2 લાખ 40 હજાર લોકો પલક તિવારીને ફોલો કરે છે.

પલક શ્વેતાનાં પહેલા પતિ રાજા ચૌધરીનું સંતાન છે. પલકનો જન્મ 8 ઓક્ટોબર 2000નાં રોજ થયો છે. શ્વેતાએ રાજા સાથે વર્ષ 1998માં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ 2007માં બન્ને અલગ થયા હતાં. છુટાછેડા બાદ શ્વેતા તિવારી થોડા સમય માટે એકલી રહિ હતી.

ત્યારબાદ તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતાં. છેલ્લા ત્રણ વર્ષથી શ્વેતા અભિનવ સાથે જ છે. તેમને સંતાનમાં એક પુત્ર રેયાંશ છે.

શ્વેતા તિવારીની હોટ અને ગ્લેમરસ પુત્રી પલક ટુંક સમયમાં જ નાના પરદા પર ડેબ્યૂ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહિ છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે નજીકનાં ભવિષ્યમાં પલક ટીવી સિરીયલમાં કામ કરતી નજરે પડશે.

READ ALSO

Related posts

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV