GSTV

શ્વેતાનો રિયા ચક્રવર્તીને સવાલ વકીલના પૈસા ક્યાંથી લાવ્યા? સતીષ માનશિંદેનો સુશાંતની બહેનને જડબાતોડ જવાબ

હાલમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ખૂબ જ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિયા ચક્રવર્તીનો કેસ ભારતના સૌથી મોંઘા વકીલ સતિષ માનશિંદે સંભાળી રહ્યા છે. રિયા ચક્રવર્તી અને સુશાંત બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આઠમી જૂને રોજ અચાનક જ સુશાંતે રિયાને ઘર છોડી દેવાનું કહ્યું હતું. હવે સીબીઆઈ આ કેસની તપાસમાં કરી રહી છે. સતિષ માનશિંદે ભારતના જાણીતા વકીલ છે. તેણે સંજય દત્ત અને સલમાન ખાનના કેસ પણ સંભાળ્યા છે. રિયા ચક્રવર્તીએ સતિષ માનશિંદેને જ્યારથી પોતાનો વકીલ રાખ્યો ત્યારથી જ લોકો તેની ફી પર સોશિયલ મીડિયા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

હું તેમને જવાબ આપીશ

સતિષ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આશરે 10 વર્ષ પહેલા અખબારમાં એક લેખ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે મારી ફી 10 લાખ રૂપિયા છે. હવે આપણે તે 10 વર્ષ જૂનો લેખ કેમ જોઇ રહ્યા છીએ? તે મુજબ આ સમયે મારી ફી ઘણી વધારે હોવી જોઈએ. હું જે પણ ફી લઉં તેની સાથે કોઈને કંઈ લેવા દેવા હોવા જોઈએ નહીં. જો આવકવેરા વિભાગ મારી ફી વિશે પૂછશે તો હું તેમને જવાબ આપીશ. હું શા માટે આવી ખાનગી વાત કરું જે ફક્ત મારા અને મારા ક્લાયન્ટની વચ્ચેની હોય.

EMI 17 હજાર રૂપિયા કેવી રીતે આપીશ?

સતીષ વધુમાં કહે છે કે રિયા પરેશાન થઇ ગઈ છે જેવી રીતે તેને અને તેના પરિવારને બતાવવામાં આવી રહ્યો છે. અમે ઇન્વેસ્ટીગેશન એજન્સીઓને તેમનું કાર્ય કરવાની મંજૂરી આપી રહ્યા છીએ. આ અગાઉ સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટવિટમાં લખ્યું હતું કે તું તો એમ વિચારીને પણ ચિંતિત થતી હોઈશ કે તું વકીલની દર મહિનાની EMI 17 હજાર રૂપિયા કેવી રીતે આપીશ? મને કહે કે તમે ભારતના સૌથી ખર્ચાળ વકીલની ફી કેવી રીતે ચૂકવી રહ્યા છો. રિયા તમે ખોટા છો.’

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!