GSTV
Home » News » સલમાન ખાનને લઇને કંઇક એવું બોલી ગઇ શ્વેતા કે ઐશ્વર્યાને થશે તકલીફ, અભિષેક તો જોતો જ રહી ગયો!

સલમાન ખાનને લઇને કંઇક એવું બોલી ગઇ શ્વેતા કે ઐશ્વર્યાને થશે તકલીફ, અભિષેક તો જોતો જ રહી ગયો!


કરણ જોહરના ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’ જેટલો પોપ્યુલર છે તેટલો જ હવે બદનામ થઇ રહ્યો છે. વાત વાતમાં જ કરણ જોહલ સેલેબ્સના એવા સિક્રેટ બહાર કઢાવી લે છે કે વિવાદ ઉભા થઇ જાય છે. હાર્દિક પંડ્યાનું ઉદાહરણ હજુ તાજુ જ છે ત્યાં કરણ જોહરના શૉમાં શ્વેતા બચ્ચન પણ કંઇક આવું જ બોલી ગઇ છે જેનાથી એશ્વર્યાને તકલીફ થઇ શકે છે.

એક રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે શ્વેતાને પૂછ્યું કે જે સેલેબ્સના હું નામ લઉ તેને હૉટનેસના હિસાબે રેન્ક કરવાના છે. કરણે સલમાન, શાહરૂખ, આમિર, રિતિક અને અજયના નામ આપ્યા. શ્વેતાએ સૌથી પહેલું સલમાનનું નામ આપ્યું તેથી કરણે તેને પૂછ્યું કે શું સલમાન તારો ટીનએજ ક્રશ હતો?

તેના પર શ્વેતાએ જવાબ આપ્યો હા અને પછી કહ્યું કે જ્યારે તે બોર્ડિંગ સ્કૂલમાં હતી ત્યારે તેણે વીસીઆર પર સલમાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ જોઇ હતી. તેણે તેનો ઑડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને દરરોજ સાંભળતી હતી. શ્વેતાએ તેમ પણ જણાવ્યું કે સલમાને ફિલ્મમાં જે કેપ પહેરી હતી તેવી જ કેપ અભિષેક તેના માટે લાવ્યો હતો.

શ્વેતાએ જણાવ્યું કે તે રાતે તે કેપ લઇને સૂતી હતી. એટલે કે શ્વેતા સલમાનને ચાહતી હતી. હવે જોવું રહ્યું કે શ્વેતાના આ ખુલાસા બાદ શું હોબાળો થાય છે.

Read Also

Related posts

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

Mayur

48MP સાથે Huawei Enjoy 10 થયો લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણી થઈ જશે ખરીદવાનું મન

Arohi

અમિત શાહનો આદેશ, 31મી સુધી ગૃહમંત્રાલય સંલગ્ન તમામ ઓફિસોમાં આમનો જોઈએ ફોટોગ્રાફ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!