ચીનમાં વાયરસની અસર ભારતમાં જોવા મળી છે.કારણ કે ભારતમાં મોબાઇલથી માંડી દવા સુધી તમામ વસ્તુની કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.ભારતમાં સૌથી વધુ વપરાશ થતી દવા પેરાસીટામોલ(Paracetamol )ની કિંમતોમાં 40 ટકાનો વધારો થવા પામ્યો છે. બીજી તરફ બેક્ટીરીયલ ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લેવાતી દવા એજિથ્રોમાઇસિન પણ 70 ટકા મોંઘી થઇ ચુકી છે. ફાર્મા કંપની Zydus Cadilaના ચેરમેને આ બાબતની જાણકારી આપી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે જો આ મહિનાના પહેલા અઠવાડિયા સુધી દવાઓની સપ્લાય સુધારવામાં ન આવે, તો તે એપ્રિલ મહિનામાં દવાઓની વિશાળ અછતનો સામનો કરી પડશે.
ઉત્પાદન ક્ષેત્રને મોટો ઝટકો
કોરોના વાયરસ આપદામાં હજોરો લોકો શિકાર બન્યા છે.અને હવે દુનિયાની અર્થવ્યવસ્થાને આનો ખતરો લાગી રહ્યો છે.વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે સાથે ભારત માટે પણ આ ચિંતા જનક સ્થિતી છે.અને ભારત છેલ્લા કેટલાક સમયથી આર્થિક સુસ્તીનો સામનો કરી રહ્યુ છે.ચીનમાં લોકોના આવન જાવન પર રોક લગાવ્યા બાદ ઉત્પાદન સેક્ટરને ઘણો ફટકો પડ્યો છે.ભારત રો મટીરીયલથી માંડીને બીજા ઘણા ઉત્પાદનો માટે ચીન પર નિર્બર હતું.

ભારત વિશ્વમાં જેનેરિક દવાઓની કરે છે નિકાસ
દવા બનાવવામાં ઉપયોગ થતી મુખ્ય વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.અને એવુ પણ લાગી રહ્યુ છે કે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સ્ટોક પણ ખુટી જાય. દુનિયાભરમાં સૌથી વધુ જેનેરિક દવાઓનો મોટાભાગનો જથ્થો ભારતથી મોકલવામાં આવે છે. અમેરિકી બજારમા વપરાશ થતી દવામાં કુલ 12 ટકા હિસ્સો ભારત દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે.અને કોરોના વાયરસને કારણે માત્ર દવા જ નહી અન્ય ઉત્પાદનો પર પણ માઠી અસર લાગે છે.
ચીનમાં 1800થી વધુ લોકોનાં મોત
કોરોનાવાયરસને કારણે મોતનો સીલસીલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. સરકારે જાહેર કરેલી તાજી માહિતી મુજબ હવે આ આંકડો 1800 ને વટાવી ગયો છે. મંગળવારે ચીનમાં જીવલેણ કોરોનાવાયરસથી વધુ 98 લોકોના મોતને લીધે ચેપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 1,868 થઈ છે અને અત્યાર સુધીમાં કુલ 72,436 કેસની પુષ્ટિ થઈ છે. ભારત પણ આ અંગે સતત સજાગ છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ