GSTV
Home » News » ‘15 વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે’

‘15 વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે’

Sushil Kumar modi

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી મોદીનુ નામ લઈને ચોકીદાર ચોર હોવાના નારાં લગાવે છે. જેથી આ મામલે તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. સુશીલ મોદીએ કહ્યુ કે બિહારમાં 15 વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

હારના કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહી છે. જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીત્યુ ત્યારે કોંગ્રેસે ઈવીએમ પર કોઈપણ પ્રકારનો સવાલ ઉઠાવ્યો નહોતો. અને હવે કોંગ્રેસને ઈવીએમમાં ગડબડી લાગે છે. તેમણે કહ્યુ કે વિપક્ષને સુપ્રીમ કોર્ટ ઉપર પણ વિશ્વાસ નથી જેથી તેઓ ઈવીએમ પર ફરીવાર સવાલ ઉઠાવી રહ્યા છે.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah