GSTV

સુશાંતસિંહ કેસ: રિયા અને તેના પરિવાર પર EDએ ગાળિયો કસ્યો, સુંશાંતની બહેનની એફડીમાંથી 2.5 કરોડ રૂપિયા ગાયબ

સુશાંતસિંહ આપઘાત કેસ મામલે રિયા અને તેના પરિવાર પર EDએ ગાળિયો કસ્યો છે. શનિવારે ઈડીએ મની લોન્ડ્રિંગ કેસ મામલે રિયાના ભાઈ શોવિકની 18 કલાક સુધી પુછપરછ કરવામાં આવી, આ પહેલા ઈડીએ શોવિકની શુક્રવારે બે કલાક સુધી અને રિયાની નવ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

EDએ ગાળિયો કસ્યો

ED સુશાંતની પુર્વ મેનેજર શ્રુતિ મોદી, સીએ રિતેશ શાહની પુછપરછ કરી રહી છે. સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.  તો બીજી તરફ બિહાર પોલીસે સીબીઆઈને સુશાંત કેસના તમામ મહત્વના દસ્તાવેજ સોંપ્યા છે. અને બિહાર પોલીસને સુપ્રીમમાં પક્ષકાર બનાવવાની માગ કરવામાં આવી છે.

પોલીસે સીબીઆઈને સુશાંત કેસના તમામ મહત્વના દસ્તાવેજ સોંપ્યા

સુશાંત આપઘાત કેસ મામેલ ઈડીએ રિયા ચક્રવર્તની કરેલી પુછપરછમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુંશાંતની બહેની એફડીમાંથી 2.5 કરોડ રૂપિયા ગાયબ થયા છે.  સુશાંતે પોતાની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની એફડી કરાવી હતી. પરંતુ સુશાંતના જીવનમાં રિયાની એન્ટ્રી બાદ  રિયા અને તેના ભાઈની મિલિભગત બાદ અઢી કરોડ રૂપિયાને ચાઉ કરવામાં આવ્યા.. જેથી સુશાંતની બહેનના નામે માત્ર બે કરોડની એફડી રહી હતી.

સુશાંતની બહેનના નામે માત્ર બે કરોડની એફડી રહી

સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર 15 કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે.  જેથી આ  મામલે ઈડી રિયા અને તેના ભાઈ શોવિકની પણ પુછપરછ કરી રહી છે.

READ ALSO

Related posts

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!