GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રસ્તામાંથી બટન મળે તો સમજો થઈ શકે છે આ મોટો ફાયદો….

હિંદુ સમાજમાં કેટલીક એવી માન્યતાઓ છે, જે આપણને શુભ-અશુભ વસ્તુઓ અને ઘટનાઓ અંગે સંકેત આપે છે. આ બધી જ બાબતોનું વિસ્તારથી વર્ણન શુકન શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. બિલાડઈ આડી ઉતરવી, દૂધ ઢળવી, છીંક આવવી જેવી ઘણી બાબતો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શર્ટનું બટન પણ આગામી ઘટનાઓના સંકેત આપે છે એ તમે નહીં જાણતા હોય કદાચ. આવા જ કેટલાક શુભ-અશુભ સંકેતો વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કપડાં પહેરતી વખતે ખોટી જગ્યાએ કે ખોટી રીતે બટન લાગી જાય એ એક અપશુકનનો ઇશારો છે. તેનો સીધો અર્થ એ થાય છે કે, તમારાં કામ ઊંધાં પડી શકે છે. આ અપશુકનના દુષ્પ્રભાવથી બચવા માટે કપડાં કાઢી, પહેલાં બટનને યોગ્ય જગ્યાએ લગાવવું જોઇએ પછી જ પહેરવાં જોઇએ.

તમે રસ્તા પર જઈ રહ્યા હોય અને કોઇ બટન રસ્તામાં પડેલું મળે તો, એ તમને કોઇ નવા મિત્રને મળવાનો સંકેત આપે છે.

કોઇ વ્યક્તિનાં કપડાં પર રૂનો ટુકડો ચોંટેલો દેખાય તો તે એક શુભ સંકેત છે. આ કોઇ શુભ સમાચાર મળવાનો સંકેત છે. તમને કોઇ તમારી પ્રિય વ્યક્તિ પણ મળવા આવી શકે છે. જો આ રૂ કોઇ એક અક્ષરના રૂપમાં અને એ વ્યક્તિના નામના પ્રથમ અક્ષરના રૂપમાં દેખાય રો, તે વ્યક્તિને કોઇ સારા સમાચાર મળવાના સંકેત આપે છે.

ઘરની અને તિજોરીની ચાવીઓના જુડાનું દરેક ગૃહિણી માટે બહુ મહત્વ છે. તે સ્ત્રીની સંપૂર્ણતાનું પ્રતીક છે. જો કોઇ ગૃહિણી પાસે ચાવીઓનો જુડો હોય તો, તેને નિયમિત સાફ કરવા છતાં તેના પર કાટ લાગે તો આ એક સારુ શુકન છે. તેનો અર્થ એ છે કે, ઘરનો કોઇ સંબંધી તમને ધન આપી શકે છે.

Related posts

કોરોનાના કહેર વચ્ચે ખાનગી એરલાઈન્સ કંપનીની મોટી જાહેરાત, કોરોના વોરિયર્સને મળશે ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

Pravin Makwana

125 મહિલાઓને શિકાર બનાવનાર સીરીયલ રેપિસ્ટ ઝડપાયો, એટા હત્યાકાંડમાં મોટા ખુલાસા

Mansi Patel

અમદાવાદના નિકોલમાં જાહેરમાં દારૂ પીતા એએસઆઈનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!