ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2023)માં આજે અમદાવાદમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બીજો ક્વોલિફાયર મુકાબલો ખેલાઈ રહ્યો છે જેમાં મુંબઈ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે પ્રથમ બેટિંગ કરતા ગીલ અને સાહાએ પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સને શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે, સાહા આઉટ થયા બાદ શુભમન ગિલે મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને સેન્ચુરી ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ગીલે આઈપીએલ-2023માં અગાઉ બે સદી ફટકારી ચૂક્યો છે ત્યારે આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રીજી સદી ફટકારી છે. બીજી તરફ ગીલ ઓરેન્જ કેપમાં ટોપ પર પહોંચી ગયો છે.
ટોસ હાર્યા બાદ ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. સાહા 18 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં ત્રીજા નંબરે સુદર્શન બેટિંગ કરવા આવ્યો હતો. જોકે, સાહાના આઉટ થયા બાદ ગીલે ગેર બદલીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને આઈપીએલમાં ત્રીજી સદી ફટાકારી છે. શુભમને 49 બોલમાં 100 રન બનાવીને રમી રહ્યો છે.
ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો ફાયદો
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ લીગ સ્ટેજમાં ટોચ પર રહી હતી. ગુજરાતની ટીમના 14 મેચમાં 10 જીત અને 4 હારથી 20 પોઈન્ટ હતા. જો કે ક્વોલિફાયર-1માં ટીમને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમને ફાઇનલમાં ક્વોલિફાય થવાની બીજી તક મળી છે. ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો લાભ મળી શકે છે. આ ગ્રાઉન્ડ પર ગુજરાતની ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે જેમાંથી 5માં જીત મેળવી છે.
મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ મેધવાલ.
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, સાંઈ સુધરસન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ અને મોહમ્મદ શમી.
READ ALSO
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ!, વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- પોલીસે કરી સુરક્ષા સમીક્ષા, સલમાન ખાનને મળી હતી ધમકી