GSTV
Home » News » સચિન-દ્રવિડ-ધોનીના પગલે શુભમન ગિલ, પાંચમી વન ડેમાં ન્યૂઝીલેન્ડને ચટાડશે ધૂળ

સચિન-દ્રવિડ-ધોનીના પગલે શુભમન ગિલ, પાંચમી વન ડેમાં ન્યૂઝીલેન્ડને ચટાડશે ધૂળ

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે વન ડે સીરીઝની પાંચમી તથા અંતિમ મેચ રવિવારે 3 ફેબ્રુઆરીના રોજ રમાશે. ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સેન શુભમન ગિલને આ મેચથી શાનદાર વાપસીની આશા હશે. જણાવી દઇ કે અંડર-19નો આ સ્ટાર બેટ્સમેન પોતાની ડેબ્યૂ મેચમાં ફક્ત 9 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

હવે શુભમન ન્યૂઝીલેન્ડ સામે પાંચમી વન ડેમાં બદલો લેવાની તૈયારીમાં છે. જો કે ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ડેબ્યૂમાં ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓ કામયાબીના શિખરે પહોંચ્યા છે. ચાલો જાણીએ આવા જ મહાન બેટ્સમેન વિશે.

એમએસ ધોની

ટીમ ઇન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની બાંગ્લાદેશ સામે પોતાની ડેબ્યૂ મેચમાં ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન ભેગા થઇ ગયાં હતાં. પરંતુ આજે તે દુનિયાના બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા છે.

સુરેશ રૈના

પોતાની તોફાની બેટિંગથી વિપક્ષીઓ પર હુમલો કરનાર બેટ્સમેન સુરેશ રૈનાએ શ્રીલંકા સામેની ડેબ્યૂ મેચમાં ખાતુ ખોલ્યા વિના જ મેદાન છોડી દીધું હતુ. પરંતુ પછી તેમણે સાબિત કરી બતાવ્યું કે પહેલી ઇનિંગમાં શૂન્યની ઇનિંગ તેની કિસ્મત નક્કી ન કરી શકે.

સચિન તેંડુલકર

આ યાદીમાં સચિન તેંડુલકર પણ પાછળ નથી. પાકિસ્તાન સામે 1989માં પોતાની પહેલી વન ડેમાં તેંડુલકર ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઇ ગયાં હતા. પરંતુ આ જે ભાગ્યે જ એવો કોઇ રેકોર્ડ હશે માસ્ટર બ્લાસ્ટરે પોતાના નામે ન કર્યો હોય.

રાહુલ દ્રવિડ

ટીમ ઇન્ડિયાની ધ વૉલ એટલે કે રાહુલ દ્રવિડે પણ શ્રીલંકા સામે પોતાની ડેબ્યૂ મેચમાં ફક્ત 3 રન બનાવ્યાં હતા. પરંતુ પોતાની શાનદાર બેટિંગથી જે તે અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે.

Read Also

Related posts

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આનંદો, પોતાના વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

Mayur

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi

હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં બોલી બઘડાટી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!