અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે, બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની ત્રીજી અંતિમ અને નિર્ણાયક ટી-20 મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને સદી ફટકારી છે. ગિલે 63 બોલમાં 7 સિક્સ અને 12 ફોરની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન કરી ન્યુઝીલેન્ડને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો છે.

રાહુલ ત્રિપાઠી – સૂર્યકુમાર યાદવ આઉટ
રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 3 સિક્સ, 4 ફોર સાથે 44 રન ફટકારી ઈશ સોઢીની ઓવરમાં કેચ આઉટ થયો છે. તો સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 2 સિક્સ અને 1 ફોર સાથે ધમાકેદાર 24 રન કરી બ્લેર ટિકનરની બોલિંગમાં માઈકલ બ્રેસવેલને કેચ આપી બેઠો હતો.
ટી-20 સિરીઝની નિર્ણાયક મેચ અમદાવાદમાં રમાઈ રહી છે જેના પગલે ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 મેચ જોવા મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રસિયાઓ પહોંચ્યા છે. જોકે, સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો પોતાની સાથે કોઈ પણ પ્રકારની બેગ, પાણીની બોટલ ખાવા-પીવાની વસ્તુઓ વગેરે લઈ જઈ શકશે નહીં જે પણ વ્યક્તિ આ વસ્તુઓ લઈને આવશે, તે તમામ વસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવશે. એટલું જ નહીં સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, બી. લિસ્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર.
READ ALSO
- વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ
- નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર
- વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર
- રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય