GSTV
Home » News » Video : શુભમન ગિલે ફટકાર્યા 36 બોલમાં 57 રન, પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ

Video : શુભમન ગિલે ફટકાર્યા 36 બોલમાં 57 રન, પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ

અંડર-19 ટીમમાં પોતાની બેટિંગથી શમીને પ્રભાવિત કરનાર ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલે આઇપીએલમાં પોતાનો જલવો દેખાડ્યો છે. ગુરુવારે ચેન્નઇ સુપરકિંગ્સ સામે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં શુભમન ગિલે કેકેઆરની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ મેચમાં ચેન્નઇએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 177 રન કર્યા. યજમાન ટીમ કલકત્તાએ આ ટાર્ગેટને 17.4 ઓવરોમાં ચાર વિકેટના મુકસાને હાંસેલ કર્યો.

શુભમને પોતાની અડધી સદીની ઇનિંગમાં 36 બોલનો સામનો કર્યો અને 6 ફોર ઉપરાંત બે સિક્સર ફટકારી હતી. કેપ્ટન કાર્તિકે 18 બોલમાં સાત ફોર અને એક સિક્સ ફટકારી. બંનેએ મુશ્કેલ સમયમાં પાંચમી વિકેટ માટે 83 રનની પાર્ટનરશીપ કરીને ટીમને વિજય અપાવ્યો. શુભમન આ અડધી સદી સાથે જ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરવામાં સફળ રહ્યો. આઇપીએલમાં સૌથી ઓછી ઉંમરે અડધી સદી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં શુભમનનું નામ હવે ચોથા ક્રમે આવી ગયું છે.

દિલ્હી ડેટડેવિલ્સના પૃથ્વી શૉ આ વર્ષે આઇપીએલમાં અડધી સદી ફટકારનારા બેટ્સમેનની આ યાદીમાં સૌથી ટોચ પર છે. બીજા ક્રમે દિલ્હીના જ ઋષભ પંત છે. જેણે 2016માં દિલ્હી માટે રમતા પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. ત્રીજા ક્રમે રાજસ્થાન રૉયલ્સના વિકેટકિપર-બેટ્સમેન સંજૂ સેમસન છે. જ્યારે ગુરુવારે શુભમને અડધી સદી ફટકારીને તોથા ક્રમે પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે ચેન્નઇ સામે નીતિશ રાણાની ગેરહાજરીમાં ચોથા ક્રમે રમવાનો લાભ મેળ્યો.

Related posts

થાક અને કંટાળો આવતો હોય તો થઇ શકે છે આ સમસ્યા, આ લક્ષણોને ભૂલથી પણ ન અવગણો

Bansari

શરૂ થઇ ગયો છે માર્ગશીર્ષ અગહન માસ, 12 ડિસેમ્બર સુધી ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓનું સેવન નહી…

Bansari

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!