પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યમાં સિટિઝનશીપ એમેન્ટમેન્ટ એક્ટ ( CAA) ને લાગુ કરવાથી રોકવાનો પડકાર ફેંક્યો છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં ઠાકુરનગરમાં બેઠક દરમિયાન અધિકારીએ કહ્યું હતું કે, સીએએ કાયદો એવું નથી કહેતો કે કાયદાકીય દસ્તાવેજો વાળા કોઈપણ નિવાસીની નાગરિકતા છિનવવામાં આવે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઘણી વખત સી એ એ વિશે વાત કરી છે. આ કાયદો રાજ્યમાં લાગુ કરવામાં આવશે જો તમારામાં હિંમત હોય તો રોકીને બતાવજો. મોદી સરકારે 2019 લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ વચન આપ્યું હતું કે તેઓ કાશ્મીરમાં કલમ 370ને નાબૂદ કરીને રહેશે અને જેને સાચું કરીને પણ બતાવજો. બસ એવી જ રીતે અમે પણ સીએએ કાયદો લાગુ કરવાનું વચન આપીએ છીએ અને પૂરું કરીને જ બતાવશું. કેન્દ્ર સરકાર કોઈનો વિશ્વાસ તોડવામાં કે અધિકાર છીનવવામાં ભરોસો કરતી નથી. કરનાર માત્ર માહોલ જ ખરાબ કરે છે. અધિકારીએ મમતા બેનર્જીનું નામ લીધા વિના જ તેના ઉપર પ્રહારો કર્યા છે.
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત