કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક અને તેમની પત્ની સોમવારે એક અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં શ્રીપદ નાયક ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની પત્નીએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ બંને લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.

શ્રીપદ નાયકની સ્થિતિ સ્થિર
સારવાર બાદ શ્રીપદ નાયકની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે અને તેઓ ભાનમાં છે. પરંતુ ગંભીર ઈજાને કારણે તેમની પત્નીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. શ્રીપદ નાઈકની કારમાં 6 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. અકસ્માત ઉત્તર કન્નડ જીલ્લાના અકોલામાં થયો હતો. હોસ્પિટલમાં શ્રીપદ નાઈકની પત્ની ઘણા સમય સુધી બેભાન રહ્યાં જે પછી ડૉક્ટર્સની તપાસમાં તેમને મૃત જાહેર કરાયા ઉલ્લખેનીય છે કે, શ્રીપદ નાયક આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમ્પિયોપેથી ઉપરાંત રક્ષા રાજ્ય મંત્રી છે.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા