GSTV

50 વર્ષની ઉંમરે શ્રીદેવીએ કરાવ્યુ હતું બોલ્ડ ફોટો શૂટ, ફોટો રાતોરાત થયા ગતા વાયરલ

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી ભલે આ દુનિયામાં રહી હોય નહીં, પરંતુ તેની દમદાર એક્ટિંગ અને વિવિધ ફિલ્મોને કારણે તે આજે પણ કરોડો લોકોના દિલમાં જીવંત છે. તેણે પોતાની એક્ટિંગથી એવી ધાક જમાવી હતી કે, તેની સાથેની અન્ય હિરોઇનો જ નહીં, પરંતુ એક્ટરો પણ તેનાથી ડરતા હતા. તેની સાથે સંકળાયેલી એવી ઘણી વાતો છે જે તેના સહકલાકારો જ નહીં પરંતુ ફેન્સના દિલમાં પણ જીવંત છે.

શ્રીદેવીએ પોતાના ગ્લેમરનું પ્રદર્શન કર્યું

આવી જ વાત શ્રીદેવીના એક ફોટોશૂટ સાથે સંકળાયેલી છે. 50 વર્ષની વયે તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું. એ વખતે તેની તસવીરો રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એ ફોટોશૂટમાં શ્રીદેવીએ પોતાના ગ્લેમરનું પ્રદર્શન કર્યું છે.

આ જોઇને સૌ કોઈ તેના દિવાના બની ગયા છે. શ્રીદેવીએ આ ફોટોશૂટ વોગ મેગેઝિન માટે કરાવ્યું હતું જે જોઇને યંગ હિરોઇનોના પણ પરસેવા છૂટી ગયા હતા. શ્રીદેવીના આ ફોટો એ દિવસોમાં ઘણા ચર્ચામાં રહ્યા હતા.

કેમ કે, તે ફોટોમાં તે ઘણી બોલ્ડ અને ગ્લેમરસ દેખાતી હતી. જોઇને કોઈ એમ કહી શકે નહીં કે 50 વર્ષની વયે પણ તેણે આ ફોટોશૂટ કરાવ્યું હશે.

શ્રીદેવી અલગ જ અવતારમાં દેખાય છે

વોગ મેગેઝિનની આ ફોટો માટેની થીમ એક સિડેક્ટિવ ટીચરની હતી. જેમાં શ્રીદેવી અલગ જ અવતારમાં દેખાય છે. તે પેન્સિલ સ્કર્ટ અને શોર્ટ્સ તથા બ્લેઝર પણ પહેર્યા હતા. તેનો લૂક અત્યંત પ્રભાવશાળી લાગતો હતો.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!