GSTV
India News ટોપ સ્ટોરી

શ્રીનગરમાં સૈન્ય પર પેટ્રોલ બોમ્બથી હુમલો : પુલવામામાંથી 10 કીલો આઇઇડી જપ્ત, આતંકીઓ બોમ્બ ફેંકી ફરાર

kashmir

કોરોના મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં રાત્રીના અંધારાનો લાભ લઇને આતંકીઓ દ્વારા સુરક્ષો જવાનો પર પેટ્રોલ બોંબ ફેકવામાં આવ્યો હતો. અહી સુરક્ષા જવાનોની જે ચોકી હતી તેને નિશાન બનાવાઇ હતી, જોકે નિશાન ચુકી જવાને કારણે બોમ્બ દુર ફૂટયો હતો.

પેટ્રોલ બૉમ્બ ફેંકી આતંકીઓ ફરાર

જોકે આ પેટ્રોલ બોંબ ફેકીને આતંકીઓ નાસી છુટયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હુમલાના તુરંત બાદ સૃથળ પર સીઆરપીએફ, સૈન્ય અને પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને તપાસ કરાઇ હતી. કેંપ પર હુમલો કરનારાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આ હુમલો કરનારા આતંકીઓ ક્યા સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી નથી મળી શકી.

ચાર આતંકીઓની ધરપકડ

આતંકી

કોરોના વચ્ચે પણ જવાનો સુરક્ષાની કામગીરી કરી રહ્યા છે અને આતંકીઓ પર નજર રાખી રહ્યા છે. આતંકીઓનું નેટવર્ક કમજોર કરવા માટે સુરક્ષાકર્મીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એવામાં સૈન્યના તપાસ અભિયાન દરમિયાન પુલવામામાંથી ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અહીંના બારપોરા ગામમાં આ આતંકીઓ છુપાયા હતા. તપાસ દરમિયાન આશરે 10 કિલો આઇઇડી મળી આવ્યું છે. જેનો ઉપયોગ આતંકીઓ હુમલા માટે કરવાના હતા. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા આ હુમલાનું આયોજન કરાયું હતું જેને નિષ્ફળ બનાવવામાં સૈન્ય સફળ રહ્યું છે.

Read Also

Related posts

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

GSTV Web Desk

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk
GSTV