GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દર્શકો માટે ખુશખબર, ‘રામાયણ’ અને ‘મહાભારત’ બાદ દૂરદર્શન પર પ્રસારિત થશે ‘શ્રી કૃષ્ણ’

શ્રી કૃષ્ણ

લોકડાઉનના પગલે દૂરદર્શન પર જૂના લોકપ્રિય ટીવી સિરિયલ્સનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ શૉ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે અને ટીઆરપીના નવા રેકોર્ડ કાયમ કરી રહ્યાં છે. હવે આ જ કડીમાં ટીવી સીરિયલ શ્રી કૃષ્ણાનું નામ સામેલ થઇ ગયું છે. હવે ટૂંક સમયમાં દૂરદર્શન પર શ્રી કૃષ્ણાને પ્રસારિત કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને આપી છે.

પ્રસાર ભારતીએ પોતાના ઑફિશિય એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યું, શ્રી કૃષ્ણાનું પ્રસારણ ડીડી નેશનલ પર જલ્દૂ કરવામાં આવશે. તેની સાથે જ તેમણે હેશટેગ સ્ટે હોમનો પણ ઉપયોગ કર્યો. પ્રસાર ભારતીએ આ અંગેની જાણકારી સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં શ્રી કૃષ્ણાની લીલાઓ દર્શાવામાં આવી છે. દર્શક શ્રી કૃષ્ણાનના ટીવી પર પુન:પ્રસારણ થવાને લઇને ઉત્સાહિત છે. દર્શકો કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

જણાવી દઇએ કે દૂરદર્શન પર પહેલાથી જ રામાયણ, મહાભારત, ચાણક્ય, શક્તિમાન, દેખ ભાઇ દેખ જેવા શૉઝ પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. હવે શ્રી કૃષ્ણાની ટીવી પર વાપસીની ખબરથી દર્શકોની ઉત્સુકતા વધી ગઇ છે. ફેમસ ધારાવાહિક શ્રી કૃષ્ણ પહેલાં વર્ષ 1993માં દૂરદર્શનના મેટ્રો ચેનલ પર પ્રસારિત થઇ હતી અને તે બાદ ફરીથી વર્ષ 1996માં તેને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. તે સમયે આ શૉએ દર્શકો વચ્ચે પોતાની ઉંડી છાપ છોડી હતી. લોકો કલાકો પહેલાં સીરિયલ જોવા માટે રાહ જોતા હતાં. શૉની લોકપ્રિયતા અને લોકોની ડિમાન્ડને ધ્યાનમાં લેતાં તેને ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Also

Related posts

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે લોકડાઉનનો વિરોધ, પોલીસ 15ને ઉઠાવી ગઇ

Bansari

અનલોક 1: શહેરના નહેરૂનગર ST બસ સ્ટેન્ડ પરથી સેવા થઈ શરૂ, દરેક બસને સેનેટાઈઝ કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!