GSTV
Gujarat Government Advertisement

કોહલીની બેંગલોરની ટીમને હરાવ્યા બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસે આપ્યું મોટું નિવેદન

Last Updated on October 6, 2020 by Mansi Patel

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 59 રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગઈ છે. દિલ્હીના કેપ્ટને શ્રેયસ ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે તેની ટીમ આગામી મેચોમાં પણ આવો જ દેખાવ જારી રાખવા માગે છે.

ઐય્યરે જણાવ્યું હતું કે પાંચ મેચમાંથી ચાર મેચ જીતવી સારી બાબત છે અને આ માટે ખેલાડીઓને અભિનંદન આપવા જોઇએ. અમે મોટા વિજયના ઉરાદાથી મેદાનમાં ઉતર્યા હતા અને તેમાં અને સફળતા મળી. આશા રાખું છું કે આગામી મેચોમાં પણ અમે આવી જ સફળતા હાંસલ કરી શકીશું.

અમારી રમનીતિ નીડર બનીને રમવાની હતી તેમ કહીને દિલ્હી કેપિટલ્સના સુકાનીએ ઉમેર્યું હતું કે મેચમાં દબાણની પરિસ્થિતિમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમના યુવાન ખેલાડીઓ ઉર્જાવાન છે અને તેમણે મેદાન પર જઈને તેમની પ્રતિભા અને કૌશલ્ય દાખવવાનું છે.

તેણે જણાવ્યું હતું કે આ ટીમ વર્કનું પરિણામ હતું. હું કોઈ એક ખેલાડીની પ્રશંસા નહીં કરું કેમ કે તમામ બેટસમેન અને બોલરે સારો દેખાવ કર્યો હતો. સોમવારની મેચમાં દિલ્હી માટે માર્કસ સ્ટોઇનિસે આક્રમક બેટિંગ કરીને 26 બોલમાં 53 રન ફટકાર્યા હતા તો રિશભ પંતે પણ ઝડપી બેટિંગ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!