GSTV

ભારતીય ટીમની નવી કપ્તાનીનો દાવેદાર હતો આ ખેલાડી, હવે T20 વર્લ્ડકપની ટીમમાં પણ ના થયું સિલેક્શન

Last Updated on September 14, 2021 by Bansari

ટી20 વર્લ્ડ કપ 2021 માટે BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી આ ટીમમાં ભારતના 15 શ્રેષ્ઠ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ત્રણ ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે સિલેક્શન કરવામાં આવ્યા છે. પરંતુ 15 ખેલાડીઓની આ મુખ્ય ટીમમાં કેટલાક અનુભવી ક્રિકેટરોની જગ્યા મળી શકે તેમ હતી પરંતુ પસંદગીકારોએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો હતો. તેઓએ આ યોગ્ય માન્યું હતું.

ચોથા નંબરે બેટિંગમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું

ભારતની ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને પણ બહાર રાખ્યો છે. ઐય્યર વર્લ્ડકપ માટે અનામત રાખવામાં આવેલા ત્રણ ખેલાડીઓમાંનો એક છે, પરંતુ તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆત સુધી તે ટીમનો કાયમી 4થા નંબરનો બેટ્સમેન હતો, પરંતુ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન તેને એવી ઈજા થઈ કે તે લાંબા સમય સુધી ટીમથી બહાર રહ્યો. આ પછી સૂર્યકુમાર યાદવે અય્યરની જગ્યા લીધી અને હવે તેણે પોતાનું ચોથા નંબરનું સ્થાન મજબૂત બનાવી દીધું છે.

રોહિત કોહલી પછી ભારત માટે અય્યર કેપ્ટનશિપનો હતો નવો વિકલ્પ

આઈપીએલમાં સતત પોતાની ટીમને સફળતા અપાવનાર શ્રેયસ અય્યર એક સમયે ભારતીય ટીમના કેપ્ટન બનવા માટેનો મોટો દાવેદાર માનવામાં આવતો હતો. હકીકતમાં, વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી, ભારત પાસે કેપ્ટનશિપના મોટા દાવેદાર તરીકે માત્ર કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર હતા. પરંતુ ઐયરને હવે ટીમમાં પોતાની જગ્યા બનાવવી પણ મુશ્કેલ લાગી રહી છે. તે જ સમયે આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટન્સી તેની જગ્યાએ યુવા વિકેટકીપર રિષભ પંતને આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અય્યરની કેપ્ટનશીપ હેઠળ જ દિલ્હીની ટીમ આઈપીએલની ફાઈનલ સુધી પહોંચી હતી.

ઈંગ્લેન્ડ સામે ઈજાગ્રસ્ત થયા પછી ટીમથી બહાર

સૂર્યકુમારના ટીમમાં આગમન પહેલા અય્યર ભારત માટે સતત મેચ રમી રહ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી શ્રેણીમાં શ્રેયસ ઐયર ઈજાગ્રસત થયો હતો. આ ઈજામાંથી બહાર આવવા તેને ઘણો સમય લીધો હતો. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ખુદ કેપ્ટન વિરાટ કોહલી પણ ઐય્યર કરતાં સૂર્યકુમાર યાદવ પર વધુ વિશ્વાસ કરે છે. તેની પાછળ એક મોટું કારણ એ છે કે સૂર્યકુમારે આઈપીએલમાં ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!