GSTV

શ્રેય હોસ્પિટલના કર્મચારીની પૂછપરછ હાથ ધરાઈ, આગની ઘટનામાં 8 લોકો જીવતા ભૂંજાયા

શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ દોડી આવ્યા છે. ત્યારે હોસ્પિટલના આઈસીયુ વોર્ડની તસવીર સામે આવી છે. હોસ્પિટલનો આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે. આઈસીયુ વોર્ડમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે રાખવામાં આવ્યા હતા. જેમના આગના કારણે મોત થયા છે. જ્યારે આ ઘટનામાં શ્રેય હોસ્પિટલના કર્મચારીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કર્મચારીએ નિવેદન આપ્યું છે.

હોસ્પિટલનો આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો

ઉલ્લેખનીય છે કે આ ભીષણ આગની ઘટનામાં મોતને ભેટેલા પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે, આગની ઘટના ત્રણ વાગ્યે બની અને સવારે આઠ વાગ્યે જાણ કરવામાં આવી. હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેથી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, દર્દીઓના મોત અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. આગની ઘટના અંગે તપાસ કરવામાં આવશે.. તો સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસે યોગ્ય જવાબ નહોવાનું પણ સામે આવ્યુ હતુ.

READ ALSO

Related posts

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, અસદુદ્દીન ઓવૈસીને આતંકવાદી અને દેશ વિરોધી જાહેર કરો !

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!