GSTV

શ્રેય હોસ્પિટલમાં મૃતકોના સ્વજન અને ઘાયલો માટે PM દ્વારા કરાઈ સહાયની જાહેરાત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે.

જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા

જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા

તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

હોસ્પિટલમાં આગની ઘટના અંગે અમદાવાદ પોલીસના જેપીસી સેક્ટર વનના આર.વી. અસારીએ જણાવ્યુ કે, આગની ઘટનામાં હોસ્પિટલના સંચાલક ભરત મહંતની અટકાયત કરવામાં આવી. અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવશે.. ભરત મહંતને તપાસ દરમ્યાન પોલીસ દ્વારા સાથે લેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

દિનેશ બાંભણીયાની આગેવાનીમાં બેરોજગાર યુવક-યુવતીઓ રેલી, પોલીસો ચૂસ્ત બંદોબસ્ત

Nilesh Jethva

કૃષિ બિલના વિરોધની વાતો વચ્ચે જાણે કોરોના ભૂલાયો, ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

Nilesh Jethva

પેટાચૂંટણી : ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ, ભાજપ ખાટલા બેઠકો કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!