GSTV

શ્રેય અગ્નિકાંડ: 22 ડૉક્ટરોની પેનલે સંક્રમિત દર્દીઓનું પ્રથમ વખત કર્યું પીએમ, ગોઝારી ઘટનામાં 8 વ્યક્તિઓનાં થયા હતા કરૂણ મોત

 શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટનામાં એક સાથે કોરોનાના આઠ દર્દીના મોતની ઘટના બની હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આરોગ્ય સચિવ મ્યુનિસિપલ કમિશનર અને ડૉક્ટરોની સુચનાથી પ્રથમ વખત કોવિડ-૧૯ના દર્દીના મૃતદેહોનુ પીએમ કરવામાં આવ્યું હતું.

પ્રથમ વખત કોવિડ-૧૯ના દર્દીના મૃતદેહોનુ પીએમ કરવામાં આવ્યું

પ્રથમ વખત કોવિડ-૧૯ના દર્દીના મૃતદેહોનુ પીએમ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે આ કેસની વિગત  એવી છે કે   નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આજે બનેલી ગોઝારી  અગ્નિકાંડની ઘટનાની જાણ થતાં ગુજરાત આરોગ્ય સચિવ જયંતિ રવિ દોડી આવ્યા હતા અને તેમની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને હોસ્પિટલના ડૉક્ટોરો સાથે બેઠક મળી હતી જેમાં કોવિડ-૧૯ના આઠ દર્દીના આગમાં ભડથુ થવાથી મોત થવાની  ગુજરાતમાં પ્રથમ ઘટના  બની હોવાથી ખરેખર તેમના મોત આગના કારણે કે ગુંગળામણથી થયા છે તેનું ચોક્કકસ કારણ જાણવા માટે 22 ડોક્ટરોની પેનલ દ્વારા પીપીઈ કીટ પહેરીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

વિડ-૧૯ના આઠ દર્દીના આગમાં ભડથુ થવાથી મોત થવાની  ગુજરાતમાં પ્રથમ ઘટના  બની

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમજ આગના કારણો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. મહત્વનું છે કે સીએમ રૂપાણીએ બંને આઇએએસ અધિકારીઓ સંગીતા સિંહ અને મુકેશ પુરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. સાથે જ 3 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે.

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા રહી રહીને જાગ્યું છે. મનપાએ હવે શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા તમામ 66 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિત અન્ય જરૂરી સુવિધાઓ છે કે કેમ તે મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

મોટી ખબર/ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ફટાફટ ચેક કરી લો નવી કિંમત

Bansari

કોરોનાને લઈ મોટો ખુલાસોઃ પુરૂષોની કામવાસનાના મુખ્ય હોર્મન્સ ઉપર ઘાતક વાર કરી રહ્યો છે વાયરસ, વધી રહ્યો છે મૃત્યુદર

Ankita Trada

ગુજરાત/ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ, મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ભાવ જાહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!