GSTV

ગૃહ સચિવ અને અધિક મુખ્ય સચિવ પહોંચ્યા શ્રેય હોસ્પિટલ, એફએસએલ અને ફાયર વિભાગની ટીમના અધિકારીઓ પણ ઉપસ્થિત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહ સચિવ સંગીતા સિંહ અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી સહિતના અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. તેમની સાથે એફએસએલ અને ફાયર વિભાગની ટીમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમજ આગના કારણો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. મહત્વનું છે કે સીએમ રૂપાણીએ બંને આઇએએસ અધિકારીઓ સંગીતા સિંહ અને મુકેશ પુરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. સાથે જ 3 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે.

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા રહી રહીને જાગ્યું છે. મનપાએ હવે શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા તમામ 66 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિત અન્ય જરૂરી સુવિધાઓ છે કે કેમ તે મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!