GSTV

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ, 3 દિવસમાં તપાસ પૂર્ણ કરવા સૂચના

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં જ્યાં એક તરફ 8 લોકોના ચકચારી મોત થયા છે તો સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી કાર્યાલય સુધી તમામ દોડતા થઇ ગયા છે. એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાની નોંધ લીધી છે. તો સીએમ રૂપાણીએ સમગ્ર ઘટનાને પગલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં  શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપૂરીની નિયુક્તિ કરી છે.

3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના

સીએમ વિજય રૂપાણીએ સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં પૂર્ણ કરવાની અને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્યસરકારને આપવા આદેશ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

શ્રેય હોસ્પિટલ અંગની કાંડનો પડઘો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને ઘટનામાં મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરતો હતો અને ઘાયલ લોકો જલ્દી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈને તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બીજલ પટેલ સાથે પણ વાત કરી છે.

આરોગ્ય સચિવે લીધી ઘટનાસ્થળની મુલાકાત

આગની ઘટના બાદ જયંતિ રવી હોસ્પિટલે પહોંચ્યા છે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ એ કોવિડ હોસ્પિટલ જાહેર થઈ હતી. આ ઘટના અંગે હોસ્પિટલના તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સરકારી તંત્ર પણ તપાસના આદેશ અપાયા હોવાનું કહી રહ્યું છે. અમદાવાદના કમિશ્નર સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે.

શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, આ  હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં આઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.

41 દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડાયા

કોરોનાથી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં ગયા રહતા પણ અહીં લાગેલી આગે કોરોનાથી પણ ભયંકર મોત અપાવ્યું છે. બાકીના 41 લોકોને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. વહેલી સવારે આગ લાગી હોવા છતાં 7 વાગ્યા બાદ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.ઘટના અંગે પરિવારજનોને પણ મીડિયા મારફતે મળી હતી.પરિવારજનો આ ઘટના બાદ દોડી આવ્યા હતા.જોકે, તેમના પરિવારજન જીવતા છે કે ઘટનાનો ભોગ બન્યા છે તે અંગેની પણ કોઈ વિગતે મળી ન હતી.

MUST READ:

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

IPL 2020: બટલરની ધમાકેદાર ફિફટી, રાજસ્થાને ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું

Pravin Makwana

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!