GSTV

શ્રેય હોસ્પિટલ આગ પીએમ રિપોર્ટ : 6 લોકોના ગુંગળામણથી જ્યારે બે લોકોના દાઝી જવાથી મોત : સૂત્ર

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરાયા હતા. ફોરેન્સિક વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઠમાંથી 6 લોકોના ગુંગળામણથી મોત થયા હોવાનું જણાયું છે. જ્યારે બે લોકોના દાઝી જવાથી મોત થયા હોવાનો પીએમ રિપોર્ટ છે. સૂત્રોની જાણકારી મુજબ સોમવાર સુધી પોલીસ સમક્ષ પીએમ રિપોર્ટ આવી શકે છે.

આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે કોરોનાની સારવાર લઈ રહેલા આઠ જેટલા દર્દીઓના મોતની પથારી પર સુવડાવી દીધા હતા, બનાવની ગંભીરતાને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં FSL ના રિપોર્ટ બાદ નવરંગપુરા પોલીસ ગુનો દાખલ કરશે તેવી માળાનો જાપ કરી રહી છે.

  • શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિ કાંડનો મામલો
  • આગની ભીષણતાના લીધે આઠ લોકોના જીવ અવગતે નીપજી ચુક્યા છે
  • AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ આપશે
  • અધિક મુખ્ય સચિવ હોમડિપાર્ટમેન્ટ સંગીતા સિંહને રિપોર્ટ સુપરત કરવાનો છે

હોસ્પિટલમાં લાગેલી આગને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. મહત્વનું છે કે આટલી મોટી માત્રામાં આગ લાગવા પાછળના દસ્તાવેજી પુરાવા, સાયન્ટિફિક પૂરાવા એકત્ર. કરવામાં તપાસ કર્મીઓ આકાશ પાતાળ એક કરી રહી છે. અહીંયા વાત મહત્વની એ છે કે રાજયના મુખ્યમંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તે પણ માત્ર ત્રણ દિવસ માં સમગ્ર તપાસનો પ્રગતિ અહેવાલ સોંપવાના આદેશ આપી દીધા છે. તદુઉપરાંત પોલીસ વિભાગ તરફથી પણ આ કેસમાં કશું જ કાચું કપાઈ જાય નહીં તે માટે થઈને તમામ બાબતની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને ત્યારબાદ આ કેસમાં જવાબદાર લોકોને કેવી રીતે સાંડસામાં લેવા તેની કવાયત શરુ કરી દીધું છે. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ એફએસએલ રિપોર્ટ પાછળ અનેક રહસ્ય ઘુંટાઇ રહયા છે. એફએસએલ રિપોર્ટના તથ્યોની રજેરજની માહિતી પર એક નજર કરીએ તો તે આ મુજબની છે,

એફએસએલ રિપોર્ટ શું હોઈ શકે છે

  • આગ લાગવા પાછળનું કારણ શું હતું
  • આગ લાગ્યા બાદ આટલી મોટી માત્રામાં આગ કેવી રીતે ફેલાઈ
  • હોસ્પિટલની ડોર મેગ્નેટિક સિસ્ટમ બગડી ગયેલી હતી
  • સેનેટાઇઝરના કારણે આગ વધુ પ્રસરી હતી
  • ઇલેક્ટ્રિક પાવરનું લોડ ઓછો હોવાના કારણે પણ શોર્ટ સર્કિટ થયું હોવાનું મનાઈ રહ્યું છે

આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો ઉઠી રહ્યા છે

આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોમોર્શીયલ બીલ્ડીગમાં જેટલી માત્રામાં ઇલેક્ટ્રિક પાવરનો લોડ હોવો જોઈએ તેનું પ્રમાણ ઓછું હોવાની આશકા સૂત્રો વ્યક્ત કરે છે. સામાન્ય રીતે પાવર લોડના કારણે આટલી વિકરાળ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. શોર્ટ સર્કિટ માં ટેબલ ફેનમાં સ્પાર્ક થયું હતું. ત્યાર બાદ ટેબલ ફેનમાં સામાન્ય ભડકો થયો હતો. અને બાદમાં ટેબલ ફેન જે ઇલેકટિક પ્લગ સાથે જોડાયેલો હતો. તેમાં સ્પાર્ક થયો હતો. જેનાથી ટેબલ ફેનના ટુકડા થઈ ગયા હતા. આ આગ ફેલાઈને આઇસીયું વોર્ડના ઓક્સિજન પાઇપમાં પ્રસરી હતી અને જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

પાછળના દરવાજેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને લઈને પાછળના દરવાજેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. વાત એવી પણ સામે આવી રહી છે કે શુક્રવારની મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ શ્રેય હોસ્પિટલમાં પ્રવેશી હતી અને બિલ્લી પગે તપાસ પણ કરતી હતી. હવે આ તપાસ હતી કે બીજું કોઈ સરકારી મિશન હતું જેને પાર પાડવાની કોશિશ કરી રહી હતી તે તો એક યક્ષ પ્રશ્ન છે. ત્યારે હાલ સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોપાઈ છે ત્યારે આવનારા સમયમાં આ કેસમાં કેટલા લોકોના નામ આરોપી તરીકે સામેલ થાય છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

સાયલન્ટ કિલર/ કોરોના વાયરસ હવે આ અંગ માટે બની રહ્યો છે કાળ, વધતાં કેસ સાથે બદલાયા લક્ષણો

Bansari

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada

પતાવી લો બેન્કના દરેક જરૂરી કામ, ઓક્ટોમ્બરમાં અડધો મહિનો બંધ રહેવાની છે બેન્કો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!