GSTV

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને 4-4 લાખ અને ઘાયલોને પણ 50 હજારની સહાય મુખ્યમંત્રીએ કરી જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. સાથે જ આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.

મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સાથે વાતચીત કરી છે. રાજ્ય સરકારે આગની ઘટનાની ગંભીરતા દાખવી આઈએએસ સંગીતાસિંહ અને મુકેશ પુરીની તપાસ સોંપી છે. અને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપ્યો છે.

ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપ્યો

અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારત મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે જે કોઈ જવાબદાર હશે તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો.

પરિવારના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ

પરિવારના સભ્યોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતુ. પરિવારનો આક્ષેપ છે કે, હોસ્પિટલ દ્વારા સારવાર માટે પાંચ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પરિવારના આક્રોશના કારણે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. તો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન ન અટક્યું તો મંત્રી બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર થશે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

શરમજનક/ શોંપિયા એન્કાઉન્ટરમાં મજૂરોને આતંકી બતાવીને મારી નખાયા, સેનાએ આપ્યો જવાનો પર કાર્યવાહીનો આદેશ

Karan

નવો નિયમ: જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નહીં હોય તો આગામી વર્ષથી નવી ગાડી ખરીદી શકશો નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!