GSTV

શ્રેય હોસ્પિટલ કાંડ મામલે ચોંકાવનારા સમાચાર આવ્યા સામે, પાંચમા માળનું બાંધકામ હતું ગેરકાયદેસર

અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોરોના ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ગતમોડી રાતે લાગેલી આગમાં આઠ લોકોના મોત થયા છે..જેમાં પાંચ પુરુષ  અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

પાંચમા માળનું બાંધકામ હતું ગેરકાયદેસર

આ ઘટનામાં મોતને ભેટેલા પરિવારોમાં આક્રોશ અને આક્રંદ જોવા મળ્યો હતો. આગની જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તે સમયે પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ.પરિવારના આક્રોશના કારણે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. તો સાથે જ હોસ્પિટલ બહાર પરિવારજનો સ્વજનો ગુમાવ્યાનો આક્રંદ કરતા પણ જોવા મળ્યા હતા.સમગ્ર ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના લોકો દોડી આવ્યા હતા.

હોસ્પિટલ બહાર પરિવારજનો સ્વજનો ગુમાવ્યાનો આક્રંદ કરતા પણ જોવા મળ્યા

તો બીજી તરફ સીએમ રૂપાણીએ મેયર બિજલબહેન પટેલ સાથે વાત કરી અને ગંભીરાત દાખવી બે આઈએએસ અધિકારીઓને તપાસ સોંપી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા કહ્યુ છે..નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીના મોત નીપજ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે કોવિડ હોસ્પિટલના પાંચમા માળનું બાંધકામ ગેરકાયદેસર હતું તેમજ બેઝમેન્ટમાં આવેલી કેન્ટીન પણ ગેરકાયદેસર હતી.

READ ALSO

Related posts

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva

નવો નિયમ: જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નહીં હોય તો આગામી વર્ષથી નવી ગાડી ખરીદી શકશો નહીં

Pravin Makwana

ઈરાન વિરુદ્ધ એકપક્ષીય શસ્ત્રોનો પ્રતિબંધ લાગુ કરવા અમેરિકા તૈયાર : આ 2016 નથી, પ્રેસિડન્ટ ડ્રમ્પ પડ્યા છે વિશ્વમાં એકલા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!