GSTV

Shrey Hospital ના ટ્રસ્ટી ભરત મહંતની કરી અટકાયત, સત્તાધારી પક્ષના છે કાર્યકર

અમદાવાદની Shrey હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના મામલે પોલીસે ટ્રસ્ટી ભરત મહંતની અટકાયત કરી છે… ભરત મહંત ભાજપના કાર્યકર છે અને તેઓ ગાંધીનગર રહે છે. પોલીસે ભરત મહંત સહિત કુલ 4 ટ્રસ્ટીઓની અટકાયત કરી છે. ત્યારે ગાંધીનગર સ્થિત ભરત મહંતના ઘરમાં કોઇ પ્રવેશી ન શકે તે માટે ઘરને અંદરથી તાળા મારવામાં આવ્યા છે.

મહંતના ઘરમાં કોઇ પ્રવેશી ન શકે તે માટે ઘરને અંદરથી તાળા મારવામાં આવ્યા

ભરત મહંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા

ભરત મહંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2002માં પોરબંદરની કુતિયાણા બેઠક પરથી કોંગ્રસ તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જો કે ચૂંટણીમાં તેમને કરસન ઓડેદરા વિરૂદ્ધ હાર મળી હતી. શ્રેય હોસ્પિટલ ઉપરાંત અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ચલાવે છે. ભરતના પિતા વિજયદાસ મહંત કોંગ્રેસના પૂર્વ નેતા છે. વિજયદાસ મહંત પોરબંદર અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!