GSTV

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સંચાલક ભરત મહંતનું ભાજપ કનેકશન સામે આવ્યું, મોદીની હાજરીમાં કર્યા હતા કેસરિયા

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આગનું પ્રાથમિક કારણ શોટસર્કિટ સામે આવ્યુ છે. જોકે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને યોગ્ય વ્યવસ્થા હતી, ફાયર એનઓસી સહિતની તપાસ ચાલી રહી છે..તેવામાં હોસ્પિટલના સંચાલક ભરત મહંત સહિત ચાર લોકોની પોલીસે પૂછપરછ કરી છે. બીજીતરફ ભરત મહંતનું ભાજપ કનેકશન પણ ખુલ્યુ છે.

  • ભરત મહંતનું ભાજપ કનેકશન
  • મોદીની હાજરીમાં કર્યા હતા ભાજપના કેસરિયા

લાક્ષાગૃહ બનીને મોતનું તાંડવ જ્યાં રચાયુ હતુ તે અમદાવાદની શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના ભાજપ કનેકશનનો ખુલાસો થયો છે. ભરત મહંત ભાજપના કાર્યકર છે અને તેઓ ગાંધીનગર રહે છે. ભરત મહંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2002માં પોરબંદરની કુતિયાણા બેઠક પરથી કોંગ્રસ તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જો કે ચૂંટણીમાં તેમને કરસન ઓડેદરા વિરૂદ્ધ હાર મળી હતી. શ્રેય હોસ્પિટલ ઉપરાંત અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ચલાવે છે. જોકે હવે તો આગ કાંડમાં પોલીસ પૂછપરછ કરી રહી છે.

ભરત મહંતનો પરિવાર રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે

ભરત મહંતનો પરિવાર રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે. ભરત મહંતના પિતા વિજય દાસ મહંત કોંગ્રેસમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા હતા. વિજયદાસ મહંત પોરબંદર અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ભરત મહંત ગાંધીનગરના સેક્ટર 8 માં રહે છે. અંદાજે 300 મીટર પ્લોટ ઉપર આલિશાન મકાન છે.જોકે, ઘરમાં કોઇ પ્રવેશી ન શકે તે માટે ઘરને અંદરથી તાળા મારવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કાપડ વેપારીઓના માનસિક ત્રાસથી કંટાળી જમીન દલાલે ઊંઘની ગોળીઓ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Nilesh Jethva

અમદાવાદના આ 27 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી જતા પહેલા વિચારજો, એએમસીએ લગાવી દીધો છે પ્રતિબંધ, વાંચી લો લીસ્ટ

Nilesh Jethva

આઠ બેઠકની પેટાચૂંટણીની પહેલા ભાજપનું મહામંથન શરૂ, મોટાભાગની બેઠકો પર એન્ટી ઈન્કમ્બન્સી હોવાનો પ્રાથમિક અહેવાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!