GSTV

અંગ્રેજોની નીતિ : હંબનટોટા બંદરને સૈન્ય મથક બનાવવાની ચીનની ઈચ્છા

ચાલાક ચીન અંગ્રેજોની નીતિ અપનાવી રહ્યું છે. વેપારના નામે ડ્રેગન નાના દેશોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. શ્રીલંકા તેનું મોટુ ઉદાહરણ છે. શ્રીલંકાને દેવાના ડુંગર હેઠળ દબાવીને ચીને તેના હંબનટોટા બંદરને પચાવી પાડ્યું છે. હંબનટોટા બંદરને વેપારના બહાને ચીન પોતાનું સૈન્ય મથક બનાવવા ઇચ્છે છે.

વૈશ્વિક અર્થતંત્ર માટે જરૂરી આશરે 60 હજાર જહાજ દર વર્ષે શ્રીલંકાના દક્ષિણમાં આવેલા હંબનટોટા બંદરથી થઇને પસાર થાય છે. પરંતુ ચીન દ્વારા ઓપરેટેડ આ બંદર પર એક પણ જહાજ કાર્ગો ઉતારવા માટે નથી રોકાતું. આઠ વર્ષ જુનુ હંબનટોટા બંદર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવમાં શું ખોટુ હોઇ શકે છે તેનું મોટુ ઉદાહરણ છે. શ્રીલંકાએ હંબનટોટા બંદરને વિકસીત કરવા માટે મોટી લોન લીધી અને લોન ન ચુકવી શકવાના કારણે તેણે આ બંદરને ચીનને 99 વર્ષની લીઝ પર આપી દીધુ.

CRICKET.GSTV.IN

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ હંબનટોટા બંદર ઉદાહરણ છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ કે જેમાં માત્ર 500 બિલિયન ડોલરનું રોકાણ કરવાનો પ્લાન છે તે ચીનનો પ્રભાવ અને સૈન્ય ઉપસ્થિતિ વધારવાનો જ એક પ્લાન છે. બ્લૂમબર્ગ મુજબ હંબનટોટાનું ખરાબ પ્રદર્શન દર્શાવે છે કે આ માત્ર ચીનના રણનૈતિક ફાયદાને પૂર્ણ કરવા માટે છે. આ બંદર પર ટ્રાફિક વધારવા માટે લાખો કરોડોનું રોકાણ કરવું પડશે.

હંબનટોટા ઉદાહણ છે કે ચીન કેવી રીતે સમુદ્રમાં પોતાનું પ્રભુત્વ વધારવા ઇચ્છે છે. હંબનટોટા બંદર શરૂઆતથી વિવાદોમાં રહ્યું. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ ચીન પાસેથી લોન લઇને પોતાના ગૃહ જિલ્લામાં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જોકે, તેનાથી શ્રીલંકા ચીન પાસેથી લીધેલી લોન નીચે દબાઇ ગયું. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમાસિંઘે જણાવ્યું હતુ કે 1.1 બિલિયન ડોલરની ડેટ-ટુ ઇક્વિટી સ્વાપથી લોનનો બોઝ થોડો હળવો થયો હતો. જો કે ચીન પોતાની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવનો બચાવ કરતું આવ્યું છે અને તે માટે સૈન્ય ઇરાદાને નકારતુ આવ્યું છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભુત્વના કારણે ભારત અને જાપાનની ચિંતાઓને દૂર કરવા માટે શ્રીલંકાએ પોતાની દક્ષિણ નેવલ કમાન્ડને હંબનટોટામાં રીલોકેટ કરી દીધી. શ્રીલંકા સરકારે આશ્વાસન આપ્યું કે તે હંબનટોટાને સૈન્ય બંદર નહીં બનવા દે.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!