GSTV
Home » News » શ્રાવણ માસની અમાસનું અનેરુ મહત્વ, ધાર્મિક સ્થળોએ ભક્તોનુ ઘોડાપુર

શ્રાવણ માસની અમાસનું અનેરુ મહત્વ, ધાર્મિક સ્થળોએ ભક્તોનુ ઘોડાપુર

શ્રાવણ માસની અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું અનેરુ મહત્વ છે.ત્યારે સોમનાથ ખાતેના ત્રિવેણી સંગમે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે.ભક્તો ત્રિવેણ સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.દેશ વિદેશથી આવતા ભાવિકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સોમનાથ દાદાના દર્શને જતા જોવા મળ્યા.

શ્રાવણ માસના છેલ્લા દિવસે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ માટે ઉમટી પડ્યા હતા.અહી મોક્ષ પીપળે પાણી રેડીને શ્રદ્ધાળુઓ દિવંગત આત્માઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.ભક્તકવિ નરસિંહ મહેસાઓ આ તીર્થક્ષેત્રમાં પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યુ હતુ એ ધાર્મિક માન્યતાને અનુસરીને દર વર્ષ ભાદરવી અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરવા માટે આવે છે.

આજે શ્રાવણ વદ અમાસ છે.ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે વિરમગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યુ હતુ.ભક્તો ભોળાનાથનું પૂજન અને જળ તથા દુધનો અભિષેક કરતા જોવા મળ્યા.તેમજ આરતી ઉતારી હતી.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!