GSTV

જાણો મહાકાલની ભસ્મ આરતીનું રહસ્ય, કેમ મહિલાઓએ કરવો પડે છે ઘૂંઘટ

Last Updated on August 6, 2018 by Bansari

ભગવાન શિવના સૌથી રહસ્યમયી સ્વરૂપો માંથી એક છે મહાકાલ. વર્ચમાનમાં મહાકાલના રૂપમાં ભગવાન ભોલેનાથ તીર્થ નગરી ઉજ્જૈનમાં બિરાજમાન છે. ભસ્મ આરતી વહેલી સવીર્ 4 વાગે થાય છે. ચાલો જાણીએ તેના  વિશે કેટલીક ખાસ વાતો.

મહિલાઓ માટે વિશેષ નિયમ

દરરોજ થતી આરતીમાં મહિલાઓ માટે કેટલાંક ખાસ નિયમ છે. મહિલાઓએ આરતીમાં સામેલ થવા માટે સાડી પહેરવી જરૂરી છે. જે સમયે શિવલિંગ પર ભસ્મ ચડાવવામાં આવે છે તે સમયે મહિલાઓએ ઘૂંઘટ કાઢવો જરૂરી છે. માન્યતા છે કે તે સમયે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે. આ સ્વરૂપના દર્શન કરવાની પરવાનગી મહિલાઓને નથી.

આ રીતે શરૂ થઇ ભસ્મ આરતીની પરંપરા

પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં દૂષણ નામના એક રાક્ષસના કારણે સમગ્ર ઉજ્જૈન નગરીમાં હાહાકાર મચાવી દીધો હતો. નગરવાસીઓને આ રાક્ષસ માંથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવ  તેનો વધ કર્યો. તે પછી ગામવાસીઓ ભોલે બાબાને અહી વસી જવાનો આગ્રહ કરવા લાગ્યા. ત્યારથી ભગવાન શિવ મહાકાલના રૂપમાં ત્યાં વસી ગયાં.

દૂષણની રાખથી કર્યો શ્રૃંગાર

શિવે દૂષણને ભસ્મ કર્યો અને તેની રાખથી શ્રૃંગાર કર્યો. આ જ કારણે આ મંદિરનું નામ મહાકાલેશ્વર છે અને શિવલિંગની ભસ્મથી આરતી કરવાની શરૂઆત થઇ.

ભસ્મની આરતીના નિયમ

અહી સ્મશાનમાં જે ચિતા પહેલી સળગે છે તેનાથી જ ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ ભસ્મ માટે લોકો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવે છે અને મૃત્યુ બાદ તેની ભસ્મ દ્વારા ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે.

પુરુષો માટે પણ છે નિયમ

એવું નથી કે નિયમ ફક્ત મહિલાઓ માટે છે. પુરુષોએ પણ આ આરતીમાં સામેલ થવા માટે ફક્ત ધોતી પહેરવી પડે છે અને તે પણ સ્વચ્છ અને સુતરાઉની હોવી જોઇએ. પુરુષ આ આરતીને ફક્ત જોઇ શકે છે અને પૂજા કરવાનો અધિકાર ફક્ત અહીના પૂજારીઓનો છે.

દિવસમાં 6 વાર થાય છે આરતી

દેશભરમાં આ એકમાત્ર શિવમંદિર છે જ્યાં ભગવાન શિવની 6 વાર આરતી થાય છે. આ આરતીમાં ભગવાન શિવના એક નવા સ્વરૂપના દર્શન થાય છે. સૌપ્રથમ ભસ્મ આરતી, તે પછી બીજી આરતીમાં ભગવાન શિવ ઘટા ટોપ સ્વરૂપમાં હોય છે. ત્રીજી આરતીમાં શિવલિંગને હનુમાનજીનું સ્વરૂપ આપવામાં આવે છે.

ચોથી આરતીમાં ભગવાન શિવને શેષનાગ અવતાર આપવામાં આવે છે. પાંચમી આરતીમાં શિવ ભગવાનને વરરાજાનું સ્વરૂપ આપવામાં આવે છે. છઠ્ઠી આરતી શયન આરતી હોય છે. જેમાં શિવ મૂળ અવતારમાં હોય છેન હોય છે.

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!