GSTV

નામની સંવેદનશીલ સરકાર/ ગરીબો માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના પર લગાવી બ્રેક,માત્ર 3 જ જિલ્લાઓમાં ચાલુ છે સેન્ટર્સ

સંવેદનશીલતાની વાતો વચ્ચે સરકાર હવે જાણે કે સંવેદનાની ખરી જરૂરિયાતવાળા લોકોને જ ભૂલી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકારે શ્રમિકો માટે શરૂ કરેલી અન્નપૂર્ણા યોજના પર બ્રેક મારી દીધી છે. કોરોનાને કારણે હાલ રાજ્યના ફક્ત 3 જિલ્લામાં જ અન્નપૂર્ણા યોજના કાર્યરત છે.

અન્નપૂર્ણા યોજના

રાજ્યમાં મોટા પ્રમાણમાં કામ કરતા શ્રમિકો માટે વર્ષ 2017માં શરૂ થયેલી મહત્વની શ્રમિક અન્નપૂર્ણા યોજના પર સરકારે બ્રેક મારી છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના જણાવ્યા મુજબ કોરોનાના કારણે ગત ઓક્ટોબર માસથી આ યોજના હાલ પુરતી બંધ કરવામાં આવી છે. લોકડાઉન લાગુ થતા આ યોજના સરકારે બંધ કરી હતી. જો કે એ બાદ ફરી એક વખત આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે ફરી ઓક્ટોબર માસથી આ યોજના બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના કુલ 12 શહેરો પૈકી આણંદ.. ભરૂચ અને નવસારી એમ માત્ર 3 શહેરોમાં જ અન્નપૂર્ણા યોજના ચાલી રહી છે.

અન્નપૂર્ણા યોજનાની શરૂઆતમાં 87 સેન્ટર હતા. જે વધારીને સરકારે કુલ 119 સેન્ટર કર્યા હતા. પરંતુ હાલ 3 શહેરના 8 સેન્ટર પર જ યોજના કાર્યરત છે. અને બાકીના સેન્ટર પર સરકારે બ્રેક મારેલી છે. આ માટે સરકારે કોરોનાનું કારણ આપ્યું છે. પરંતુ ભાજપની કોઇ ઇવેન્ટ કે સરકારી યોજનાનું લોકાર્પણ હોય તેમાં સરકારને કોરોના નડતો નથી. પરંતુ ગરીબોને આપવામાં આવતા ભોજન મુદ્દે કોરોના નડે છે.

અમદાવાદની જો વાત કરીએ તો શહેરમાં લગભગ 68 જેટલા કડિયા નાકા આવેલા છે. પરંતુ સરકારે શહેરમાં 18 સ્થળ પર જ સેન્ટર ઉભા કરેલા હતા. આ યોજનામાં રોટલી કે થેપલા, શાક-ભાત, અથાણું અને અઠવાડિયામાં એક વખત સુખડી આપવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે રાજ્યના લગભગ તમામ શહેરમાં યોજના બંધ કરતા શ્રમિકોનો જઠરાગ્નિ નથી ઠરી રહ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભરૂચની GIDC કંપનીમાં થયેલા બ્લાસ્ટને બીટીપીના MLA છોટુ વસાવાએ ગણાવ્યું ષડયંત્ર

Pravin Makwana

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

Pravin Makwana

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!