GSTV
Home » News » આ મંદિરમાં પતિ-પત્ની એક સાથે નથી કરી શકતાં મા દુર્ગાના દર્શન, કારણ છે જાણવા જેવું

આ મંદિરમાં પતિ-પત્ની એક સાથે નથી કરી શકતાં મા દુર્ગાના દર્શન, કારણ છે જાણવા જેવું

ભારતમાં હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અલગ અલગ પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવા મંદિર વિશે જાણવા મળશે જ્યાં પતિ પત્ની એક સાથે ભગવાનના દર્શન કરી શકતાં નથી.

આ વાત જાણી આશ્ચર્ય તો જરૂરથી થશે પરંતુ આપણા દેશમાં આવું મંદિર આવેલું પણ છે. આ મંદિર માતા દુર્ગાનું છે. અહીં એકસાથે પતિપત્ની માતાના દર્શન કરી શકતાં નથી તેની પાછળ એક કથા જોડાયેલી છે. 

શિમલાના રામપુર નામના આ સ્થાને માતા દુર્ગાનું મંદિર આવેલું છે. આ મંદિર શ્રાઈ કોટિ નામથી પ્રખ્યાત છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે પરંતુ જે દંપતિ આવે છે તે દર્શન એક સાથે કરતાં નથી. એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવએ પોતાના પુત્ર ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા કહ્યું  હતું.

કાર્તિકેય તો મોર પર બેસી અને પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશજીએ પોતાના માતાપિતાની પ્રદક્ષિણા કરી લીધી. જ્યારે કાર્તિકેય પરત ફર્યા ત્યાં સુધીમાં તો ગણેશજીએ લગ્ન પણ કરી લીધા હતા. આ જોઈ કાર્તિકેયને ક્રોધ આવ્યો અને તેમણે ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય કરી લીધો. તેમના આ નિર્ણયથી માતા પાર્વતી નારાજ થયા અને તેમણે કહ્યું કે જે દંપતિ આ મંદિરમાં સાથે દર્શન કરશે તે એકબીજાથી અલગ થઈ જશે. આ માન્યતાના કારણે આજસુધી કોઈ દંપતિ અહીં સાથે દર્શન કરતાં નથી.

Read Also

Related posts

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

Mansi Patel

પૂરગ્રસ્ત રાજ્યોમાં બજાજે શરૂ કર્યો સર્વિસ કેમ્પ, નહીં આપવા પડે પૈસા

Dharika Jansari

સરકારે નક્કી કરી અર્ધસૈનિક બળોની સેવાનિવૃત્તિ વય, હવે આટલા વર્ષે થશે રિટાયરમેન્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!