GSTV
India News Trending

Shraddha Murder Case/ પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો : આજે થશે નાર્કો ટેસ્ટ

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં આજે આરોપી આફતાબ પૂનાવાલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. અગાઉ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. દિલ્હી પોલીસે આ મામલાની તપાસ માટે SITની પણ રચના કરી છે. બીજી તરફ આફતાબના નિવેદનો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસના આધારે છતરપુર અને ગુરુગ્રામના જંગલોમાં ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે જેથી મૃતદેહના ટુકડા અથવા અન્ય પુરાવા મળી શકે.

આફતાબ

29 નવેમ્બરે દિલ્હીની એક કોર્ટે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSC)માં આફતાબ અમીન પૂનાવાલાના નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી. પૂનાવાલાના વકીલ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, પોલીસે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ આરોપીને રોહિણી સ્થિત લેબોરેટરીમાં લઈ જવાની પરવાનગીની વિનંતી કરી હતી જેને કોર્ટે સ્વીકારી હતી.

સઘન સુરક્ષા વ્યવસ્થા, સોમવારે થયો હતો હુમલો

પૂનાવાલાને લઈ જઈ રહેલી એક પોલીસ વાન પર સોમવારે કેટલાક સશસ્ત્ર માણસો દ્વારા FSL બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી કેટલાકની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને જોતા લેબોરેટરી પાસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.પૂનાવાલાને સોમવારે પોલીગ્રાફ ટેસ્ટ માટે FSLમાં લઈ જવામાં આવ્યા હતો તે સમયે જ તેના પર હુમલો થયો હતો.

શ્રદ્ધા

પોલીગ્રાફ ટેસ્ટમાં ગુનો કબૂલ કર્યો

પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે અનેક સેશન બાદ પોલીગ્રાફ ટેસ્ટ પુરો થયો હતો. આરોપીએ શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના શરીરના ટુકડા કરી ઘણા વિસ્તારોમાં ફેંકી દીધાની કબૂલાત કરી છે.

શ્રદ્ધા વોલ્કર હત્યા કેસમાં ગુજરાત કનેકશન

શ્રદ્ધાની હત્યા અને 35 ટુકડા

28 વર્ષીય આફતાબ પૂનાવાલા પર તેની ‘લિવ-ઈન પાર્ટનર’ શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે, તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીમાં મેહરૌલીમાં તેના ઘરે 300 લિટરના ફ્રિજમાં શરીરના અંગો રાખ્યા અને ત્યારબાદ તેને અનેક રાતો સુધી શહેરના વિવિધ સ્થળોએ ફેંકતો રહ્યો.

READ ALSO

Related posts

ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત

Padma Patel

હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો

Padma Patel

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel
GSTV