GSTV
India News Trending

અજમેરમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ: લગ્નના 26 જ દિવસ બાદ પત્નીની હત્યા, કોથળામાં ભરી ફેંકી દીધી લાશ

દિલ્લીમાં હ્રદયદ્રાવક શ્રદ્ધા મર્ડર કેસ બાદ હવે રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક સનસનીખેજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં એક યુવકે પ્રેમ લગ્નના લગભગ એક મહિના બાદ પત્નીની ગળુ કાપીને હત્યા કરી નાખી છે. અને તેના મૃતદેહને કોથળામાં ભરી પુષ્કર વિસતારમાં ફેંકી દીધો હતો. પડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ આરોપી ઝડપાયો હતો. મૃતક મહિલાની ઓળખ જેનિફર તરીકે થઈ છે અને આરોપી પતિની ઓળખ 34 વર્ષીય મુકેશ તરીકે થઈ છે. માહિતી મળતાં જ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બંનેએ 29 ઓક્ટોબરના રોજ એક-બીજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પાડોસીઓએ પોલીસને જણાવ્યું કે, આ ઘટના કથિત રીતે દંપતી વચ્ચે ઝઘડા દરમિાન બની હતી. અજમેર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રુપિન્દર સિંહે જણાવ્યું કે, સવારે 11 વાગ્યા આસપાસ દંપતિ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ પીડિતાએ પોતાના પતિને ધમકી આપી હતી કે, તે પોતાના માતા-પિતાને તેના વિશે જાણ કરી દેશે. જેના પર આરોપી પતિએ ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો અને જેનિફર પર ધારદાર ચાકુથી અનેક ઘા કર્યા હતા.

બુધવારે સવારે મુકેશ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીના પાડોશીઓએ જણાવ્યું કે સવારે લગભગ 11 વાગે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને જેનિફર સતત કહી રહી હતી કે મને માફ કરો હું હવે આવું નહીં કરું. થોડીવાર બાદ બંનેનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો.

પડોશીઓના જણાવ્યા પ્રમાણે મુકેશ એ જ કોથળો લઈને ઘરની બહાર આવ્યો હતો જે સ્કૂટી પર રાખતી વખતે પડી ગયો હતો. આ દરમિયાન પાડોશીએ કોથળામાં મૃતદેહ જોયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હત્યા પહેલા મુકેશે તેની પત્નીને બેરહેમીથી માર માર્યો હતો. આ દરમિયાન તે તેના પતિની સામે આજીજી કરતી રહી પરંતુ પતિનું દિલ ન પીગળ્યું અને પત્નીની હત્યા કરી નાખી.

આરોપીએ પૂછપરછ દરમિયાન હકીકત જણાવી

સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દાવર નગર લેન 4માં આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. શરૂઆતમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તેણે તેની પત્નીની લાશને કોથળામાં ભરી પુષ્કર વિસ્તારમાં નાખી દીધી હતી. જે બાદમાં રીકવર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV