શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મમાં કાશ્મીરી યુવતી રૂખસાના કૌસરની ભૂમિકા ભજવતી જોવા મળશે. જેણે પોતાના ઘરમાં ઘુસેલા આતંકવાદીઓને ઠાર કરવાની હિંમત દાખવી હતી. જોકે શ્રદ્ધાના રૂખસાનાનો રોલ કરવા બદલ ફિલ્મસર્જક કે પછી અભિનેત્રી તરફથી કોઇ ઘોષણા કરવામં આવી નથી. શ્રદ્ધાને આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે, તે જાહેર થઇ ગઇ છે.

રૂખસાના કૌસર, જમ્મુ-કાશ્મીરના રાજોરી વિસ્તારની બહાદુર યુવતી છે. જેણે ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઊતાર્યા હતા. રૂખસાનાના ઘરમાં ૨૭ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ આતંકવાદી નું એક ગ્રુપ ઘૂસી ગયું હતું. તેમણે પોતાની પાસેના હથિયારના જોર પર ઘરમા રહેલા લોકો પાસેથી સુવાની સગવડ અને ભોજન માંગ્યુ હતું જેનો રૂખસાનાના પિતાએ ઇન્કાર કર્યો હતો. પરિણામે તેમણે રૂખસાનાના પિતાને સખત માર માર્યો હતો. રૂખસાના આ સઘળું પલંગ નીચેથી જોઇ રહી હતી. તેનાથી પિતાને મારતા જોઇ શકાયું નહીં અને કુલ્હાડીથી હુમલાખોર પર હુમલો કર્યો હતો. તેણે એક આતંકીના ગળા પર કુલ્હાડી મારીને તેની એકે-૪૭ આચંકી લીધી હતી અને તેને મારી નાખ્યો હતો.આ પછી અન્ય આતંકવાદીઓ ભાગી છુટયા હતા. આ ઉપરાંત તેણે અન્ય એકને ઘાયલ પણ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂખસાનાની બહાદુરીથી પ્રભાવિત થયા હતા અને તેણે પોતાના સંદેશમાં તેના વખાણ પણ કર્યા હતા. રૂખસાનાને તેની બહાદુરી બદલ ક્રીર્તિ ચક્ર, રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર, સર્વોત્તમ જીવન રક્ષા પદક, સંસ્થા એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, રાણી લક્ષ્મીબાઇ વીરતા પુરસ્કારથી સમ્માનિત થઇ હતી. શ્રદ્ધાની આ ફિલ્મ વિશે વધુ માહિતી જાણવા મળી નથી.
READ ALSO
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો