GSTV

ભાઈ સાથે રાશન ખરીદવા પહોંચી શ્રદ્ધા કપૂર, માસ્ક સાથે શેર કરી તસ્વીર

શ્રદ્ધા કપૂર

લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય માનવીથી  લઈને વીઆઇપી સુધીના તમામ લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા છે. બોલિવૂડના ભલભલા સ્ટાર પણ ઘરની બહાર નીકળતા નથી. પણ તેઓ સોશિયલ મીડિયા પર અત્યંત વ્યસ્ત રહે છે. તેઓ ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ પણ કરતા હોય છે.

ઘરનું રાશન ખરીદવા જાતે ગઈ શ્રદ્ધા

View this post on Instagram

Groceries adventure with my bhaiya @siddhanthkapoor 💜

A post shared by Shraddha (@shraddhakapoor) on

આવી જ એક રસપ્રદ પોસ્ટ મૂકીને શ્રદ્ધ કપૂરે લોકોને ચોંકાવી દીધા છે. શ્રદ્ધા કપૂર પોતાના ઘરનું રાશન ખરીદવા જાતે જ ગઈ અને સાથે પોતાના ભાઈને શોપિંગ પણ કરાવ્યું. તાજેતરમાં જ શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે માસ્ક પહેરીને ઉભી છે અને તેની સાથે તેનો ભાઈ પણ છે. તે શોપિંગમાં હોય અને રાશન ખરીદી રહી હોય તે ફોટોમાં દેખાય છે. તેની આસપાસ કેટલાક લોકો પણ દેખાય છે.

તસ્વીરમાં શ્રદ્ધા અને ભાઈ ખુશ જોવા મળી રહ્યા છે

ફોટોમાં શ્રદ્ધા અને તેનો ભાઈ ખુશખુશાલ નજરે પડે છે. શ્રદ્ધા કપૂરને ઘણા સમય બાદ આ રીતે જોઇને તેના ફેન્સ પણ ખુશ છે અને કદાચ આ જ કારણોસર આ ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે રાશન માટે સાહસ મારા ભાઈની સાથે. તેમાં સિદ્ધાંત કપૂરઅને સફેદ માસ્ક પહેરીને ઉભો છે.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!