GSTV
Home » News » Video: સાહોનું ટીઝર જોઇને પાગલ થયાં ‘બાહુબલી’ પ્રભાસના ફેન્સ, થિયેટરમાં ટી-શર્ટ ઉતારીને નાચવા લાગ્યાં

Video: સાહોનું ટીઝર જોઇને પાગલ થયાં ‘બાહુબલી’ પ્રભાસના ફેન્સ, થિયેટરમાં ટી-શર્ટ ઉતારીને નાચવા લાગ્યાં

આ અઠવાડિયે ગુરુવારે સાઉથના સુપર સ્ટાર પ્રભાસની મચ અવેઇટેડ મૂવી સાહોનું ટીઝર રિલિઝ થઇ ગયું છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલિઝ થશે. ટીઝર લૉન્ચ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. ખતરનાક સ્ટંટ સીકવન્સ કરતાં પ્રભાસનો ડેરિંગ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. સાઉથ ઇન્ડિયામાં ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને તેંલગાણામાં એક્ટરના ફેન્સની ખુશી સાતમા આસમાને છે.

પ્રભાસના ફેન્સ થિયેટરમાં સાહોનું ટીઝર જોઇને ક્રેઝી થઇ રહ્યાં છે. પ્રભાસના ફેન્સનું આવું ઘેલૂ જોઇને ફિલ્મની એક્ટ્રેસ  શ્રદ્ધા કપૂર શોક્ડ છે. પ્રભાસે જબરા ફેન્સનો આ વીડિયો શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં થિયેટરમાં સાહોનું ટીઝર જોઇને ફેન્સ ખુશીથી ઝૂમી રહ્યાં છે. તેઓ થિયેટરમાં સ્ક્રીન સામે જઇને ડાન્સ કરી રહ્યાં છે. કેટલાંય ફેન્સ તો વીડિયોમાં ટી-શર્ટ ઉતારીને હવામાં ફેરવતાં નજરે આવી રહ્યાં છે.

વીડિયો શેર કરતાં શ્રદ્ધ કપૂરે લખ્યું, પ્રભાસના ફેન્સની દિવાનગી. પ્રભાસ,સુજીત અને સાહોની ટીમ સાથે કામ કરવું સપના જેવું છે. સાહોને મળી રહેલા રિએક્શનથી ભાવુક છું. થેન્કયુ સાહો.

બાહુબલી એક્ટર પ્રભાસની મચ અવેઇટેડ ફિલ્મ સાહોનું ટીઝર હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલિઝ કરવામાં આવ્યું છે. પાવર પેક્ડ એક્શન ફિલ્મ સાહોમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર નજરે આવશે. 1 મિનિટ 39 સેકેન્ડના ટીઝરમાં ફુલ ઑન એક્શન ડોઝ છે. મેકર્સે તમામ કિરદારોના લુક્સ રિવિલ કર્યા છે. મંદિરા બેદી, નીલ નિતન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડેની પણ ઝલક ટીઝરમાં જોવા મળી રહી છે.

સાહો 15 ઓગસ્ટે રિલિઝ થવા જઇ રહી છે. બાહુબલી 2 બાદ પ્રભાસની રિલિઝ થનાર આ પહેલી ફિલ્મ છે. સાહોનું ડાયરેક્શન સુજીતે કર્યુ છે. સાહોમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર પણ એક્શન સિકવન્સ કરતી નજરે પડશે.

ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ પણ ઘણો પાવરફુલ છે. સાહોના ટીઝરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સાહોને ભારતની સૌથી મોટી એક્શન મૂવી કહેવામાં આવી રહી છે. સાહોના ટીઝર પરથી સ્ટોરીનો અંદાજ લગાવી શકાય છે. મેકર્સે ફિલ્મની સ્ટોરીમાં સસ્પેન્સ યથાવત રાખ્યો છે. ટીઝર જોઇને એટલું તો સમજી જ શકાય કે 15 ઓગસ્ટે દર્શકોને જબરદસ્ત એક્શન ફિલ્મ જોવા મળશે.

Read Also

Related posts

47 લાખ રૂપિયા છતાં ઓછો છે આ પોસ્ટ માટે પગાર, તમે કાબેલ છો તો કરો એપ્લાય

Mansi Patel

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!